હોમી ભાભા
September 18, 2006
Father of nuclear sciences in India.
”આપણે પહેલાં અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તાકાત કેળવવી જોઇએ, અને પછી દુનિયાને ગાંધીજીની વાત સમજાવવી જોઇએ.”
____________________________ Read the rest of this entry »
વિક્રમ સારાભાઈ
August 16, 2006
“No great importance is to be given to mere experience.”
“He who can listen to the music in the midst of noise can achieve great things.”
______________________ - હરીશ દવે
નામ
ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ
જન્મ
ઓગસ્ટ 12, 1919, અમદાવાદ
અવસાન
31 ડીસેમ્બર, 1971, ત્રિવેન્દ્રમ
કુટુમ્બ
પિતા - અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ; માતા - સરલાબેન ; ભાઇ બહેન - સાત; પત્ની -મૃણાલિની - જાણીતા નૃત્યકાર ; પુત્રી - મલ્લિકા - જાણીતા કલાકાર
અભ્યાસ
1939 - “ટ્રાઈપોસ” કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) થી ; 1947 - પી.એચ.ડી. કેમ્બ્રિજ (ઈંગ્લેંડ)
વ્યવસાય
ભારતના અગ્રીમ ભૌતિક શાસ્ત્રી, અણુ-વિજ્ઞાની તથા અવકાશ-કાર્યક્રમોના પ્રણેતા
જીવન ઝરમર
પિતાના વિશાળ ઘર ‘રીટ્રીટ’ માં જ બધા ભાઇ બહેનો માટે શાળા, એક સમયે 11 જેટલા શિક્ષકો હતા, જેમાંના ઘણા પી.એચ. ડી. થયેલા હતા; બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો; કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ , બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ ; એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર, 1956 અટીરા(અમદાવાદ)ની સ્થાપના અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર ; ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના પ્રથમ ડિરેક્ટર, 1962 -આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપના; થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક; ભારતના સ્પેસ રીસર્ચના પ્રણેતા; ભારતના એટમિક એનર્જી કમિશનના ચેરમેન; 1968 - યુનોની સ્પેસના શાંતિમય ઉપયોગ માટેની કોન્ફરન્સના ચેરમેન
સન્માન
1962- ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ; 1966- ભારત સરકાર તરફથી પદ્મભુષણનો ઇલ્કાબ ; 1972 - ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મ વિભૂષણ ઇલ્કાબ

Posted by હરીશ દવે