ઇન્દુભાઇ ઈપ્કોવાળા, Indubhai IPCOwala

August 9, 2007

  indubhai_ipco.jpg

      “સંત-સત્સંગથી ધીરે ધીરે ધન પરનો પોતાનો માલિકીભાવ ક્ષીણ થવા માંડ્યો. તે એટલે સુધી કે, એમ વિચાર આવ્યો કે, ટ્યુબ વેચાય એના ઉપર જ શા માટે? જેટલી ટ્યુબ આપણી આગળ ઉત્પાદિત થઇને  આવે એના ઉપર જ આ નિયમ લાગુ પાડોને ! ધારોકે, પચ્ચીસ હજાર ટ્યુબ આવી તો, એના ઉપર આટલા ભગવાનને આપવાના થાય તે પહેલેથી જ, અગાઉથી જ આપી દેવા. શા માટે ભગવાનના ઉધાર રાખવા? એટલે વેચાણ પર નહિ, ઉત્પાદન પર આ સ્વયમ્ લાદેલો ‘પ્રભુ- ટેક્સ’ આપી દઇને ચિંતામુક્ત થઇ જવાનું “
- ‘ઓજસનો અવતાર’ માંથી

“ઓજસનો કદી અસ્ત થતો નથી.”
માણસ જાય છે. વિચારો ટકે છે, ને એની ‘પ્રજા’ પણ થાય છે.”
- રજનીકુમાર પંડ્યા

# ‘ઇપ્કો’ ની વેબ સાઇટ

________________________________________________

સમ્પર્ક   -  ઇપ્કો હાઉસ, હિમાંશુ બંગલો, પેટલાદ રોડ, નડિયાદ- 387 001   

નામ

ઇન્દુલાલ  મગનલાલ પટેલ

ઉપનામ

ચરોતરના ભામાશા, ચરોતર રત્ન 

જન્મ

7, સપ્ટેમ્બર- 1927 ; ધર્મજ (જિ.  ખેડા)

અવસાન

23, જુલાઈ – 2007 ; અમદાવાદ

કુટુમ્બ

માતા – સૂરજબા; પિતા – મગનભાઇ પટેલ; દાદા – ધોરીભાઇ

પત્ની – શારદા (લગ્ન- 1951) ; પુત્રીઓ - અનીતા, નયના

અભ્યાસ

બી.ફાર્મ  

વ્યવસાય

શરુઆતમાં મુંબાઇમાં મેડીકલ રેપ્રઝેન્ટેટીવ

પછી ધર્મજમાં છીંકણીના સેલ્સમેન

શેષ જીવન –  તમાકુની  ટૂથપેસ્ટ બનાવવાનું કારખાનું – ‘ઈપ્કો’

જીવનઝરમર

બે વર્ષની ઉમ્મરે પિતા પાસે આફ્રિકા ગયા.

પિતા ‘ફોજી’ ના નામે ઓળખાતા, કારણકે કોઇ જરુરતમંદ માગે તો ગજવામાં હોય તેટલા રૂપિયા આપી દેતા. માતા  અત્યંત ધાર્મિક વૃત્તિવાળાં હતાં.

બાળપણમાં તોફાની, થોડા સંગ – કુસંગ, ભણવામાં બેધ્યાન

શાળા અને કોલેજ કાળમાં ભણવામાં હોંશિયાર 

1958 – તમાકુની ટૂથપેસ્ટ બનાવવાનો ‘ફ્લેશ’ થયો – ઓજસનો પહેલો ચમકારો

શરુઆતની જિંદગીમાં સાવ નાસ્તિક, પણ પત્નીના સહવાસે નડિયાદના સંતરામ મહારાજને    સમર્પિત

આવકનો મોટાભાગનો હિસ્સો આપી ‘શારદાબેન ઇન્દુભાઇ ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ’  સ્થાપ્યું અને જાળવ્યું, જેમાંથી કોલેજો, દવાખાના, ગરીબીમુક્તિ, દુષ્કાળરાહત, મંદિરો, ટાઉન હોલ, કેન્સર સંશોધન કેન્દ્ર વિ. માટે લાખોનાં દાન આપ્યાં.

તેમના જમાઇઓ દેવાંગભાઇ અને અવિરતભાઇએ તેમના વ્યવસાય અને ટ્રસ્ટનાં કામો  ઉપાડી લીધાં છે.  

રચનાઓ

તેમની જીવનકથા - ઓજસનો અવતાર ( લે. રજનીકુમાર પંડ્યા)  - તેમને પંચોતેર વર્ષ થયા તે પ્રસંગે લખાયેલ

સાભાર

સપ્તક – ગુજરાત ટાઇમ્સ, ન્યુયોર્ક – રજનીકુમાર પંડ્યા 

———————————————————————————-

રજનીકુમાર પંડ્યાના પુસ્તક વિશે વિચારો –

         ” એક મહિનો અને દસ  દિવસ હું ઇન્દુકાકાના જીવનના અંતરંગમાં , એના ઊંડાણમાં અવગાહન કરતો રહ્યો. મારી સાથે મારી મદદમાં ભાઇ બીરેન કોઠારી પણ રહ્યો. અમને બન્નેને લાગતું હતું કે, અમે કોઇ વન્ડરલેન્ડમાં ફરી રહ્યા છીએ, જ્યાંની ભૂમિ સપાટ નથી. માર્ગો બનાવેલા નથી. કાંટાના અનુભવો હતા. હતાશાની ખીણો હતી. તો આશાની પગથાર પણ હતી. ક્યાંક એકદમ યુ-ટર્ન હતો, ત્યાં ક્યાંક ગેબી શક્તિ હાથ પકડીને દોરતી હોય એમ લાગતું હતું. આકાશ અનેકરંગી હતું, પણ એમાં જે સૂરજ ચમકતો હતો તે માત્ર તેજ ફેંકતો ન હતો, તેજથી ઊંચી કોઇ ચીજ એમાંથી ફૂટતી હતી. તેજથી ઊંચું, તેજથી વધુ દેદીપ્યમાન, દૈવી અને ચોતરફ શાતા ફેરવનાર એવું શું હોઇ શકે? એનું શું નામ હોઇ શકે? એને કહેવાય ‘ઓજસ’

           ઇન્દુકાકા માત્ર તેજસ્વી નહોતા, ઓજસ્વી પણ હતા. ઘણા એને ચહેરાની કાંતિ કહે, ઘણા તેજવલય કહે – પણ એ બન્ને શબ્દોમાં ગ્લેમરનો ઇશારો છે. ઓજસમાં ગ્લેમર( ચળકાટ) ન હોય. શીળું , દૈવી જ્યોત જેવું કોઇ તત્વ હોય. બન્ને વચ્ચે જ્વાળા અને જ્યોતિ જેટલો ફેર છે. પુરુષાર્થ, પ્રતિભા અને પ્રારબ્ધે એમને ધન આપ્યું, પણ એ ધનથી એમનામાં ગરમી ન જન્મી, ગરવાઇ જન્મી અને દ્યુતિનો પ્રાદુર્ભાવ થયો. એમની જીવનયાત્રાનો અર્ક ‘ઓજસ’ શબ્દમાં વરતાતો હતો.

      એટલે પછી અમને ઇન્દુકાકાના પુસ્તકનું શીર્ષક સૂઝ્યું   – ઓજસનો અવતાર”


ચીનુભાઈ ચીમનલાલ, Chinubhai Chimanlal

December 26, 2006

નામ

ચીનુભાઇ ચીમનલાલ (મેયર)

જન્મ

નવેમ્બર 1 -  1901; અમદાવાદ
Read the rest of this entry »


કસ્તુરભાઈ લાલભાઈ, Kasturbhai Lalbhai

December 1, 2006

kasturbhai_lalbhai.gif

 #   જીવનઝાંખી     :  અરવિંદ મીલ

_________________________________________________________ Read the rest of this entry »


જમશેદજી ટાટા

October 6, 2006

jamsetji.jpg“Freedom without the strength to support it and, if need be, defend it, would be a cruel delusion. And the strength to defend freedom can itself only come from widespread industrialisation and the infusion of modern science and technology into the country’s economic life.”

 #   જીવન ઝરમર  - 1 -   :    - 2 -

_______________________

નામ

જમશેદજી નસરવાનજી ટાટા

ઉપનામ

ભારતીય ઉદ્યોગના પિતા  

જન્મ

3 માર્ચ -  1839 , નવસારી

અવસાન

19 મે -   1904 , Bad Nauheim, Germany

કુટુમ્બ

  • માતા –  જીવનબાઇ ; પિતા – નસરવાનજી
  • પત્ની – હીરાબાઇ ; પુત્ર – દોરાબજી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક – નવસારી
  • 1858 – એલ્ફીન્સ્ટન કોલેજ મુંબાઇમાંથી બી.એ.

વ્યવસાય

શરુઆતમાં વેપારી અને પછી ઉદ્યોગપતિ 

 iis_banglore.jpg  I.I.Sc. – Banglore 

 iron_steel.jpg TISCO -Jamshedpur   

 taj_mumbai.jpg Taj Hotel – Mumbai

જીવન ઝરમર

  • 14 વર્ષની ઉમ્મરે પિતા સાથે રહેવા મુંબાઇ ગયા
  • 1868 સુધી – પિતાની પેઢીમાં કામ, પછી 21,000 રૂ. ની મુડીથી પોતાની ટ્રેડીંગ કંપની સ્થાપી
  • 1869 - ચીંચપોકલીમાં એક જુની ઓઇલ મીલ લઇ તેમાં અલેક્ઝાન્ડર નામની કાપડની મીલ સ્થાપી 
  • 1874 – બે જ વરસ પછી મીલ સારા નફે વેચી નાગપુરમાં તદ્દન નવી મીલ સ્થાપી; 1877 માં તેનું નામ ક્વીન વિક્ટોરીયાના નામ પરથી એમ્પ્રેસ મીલ રાખ્યું  
  • જીવનના ત્રણ સ્વપ્ન – પોતાનું સ્ટીલનું કારખાનું, વિશ્વકક્ષાની વૈજ્ઞાનિકોને તૈયાર કરતી સંસ્થા, અને પોતાનો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ ; ત્રણે માટે અથાગ પ્રયત્નો કર્યા પણ પોતાના જીવનમાં તે સ્વપ્ન સાકાર થતું જોઇ શકે તે પહેલાં જર્મનીમાં અવસાન પામ્યા.
  • ટાતા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ- જમશેદપુર, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ – બેન્ગ્લોર, અને ટાટા પાવર કમ્પનીનો ખોપોલી પ્લાન્ટ તેમના સ્વપ્ન સર્જનો, જે તેમના મરણ બાદ સાકાર થયા
  • તેમનું ચોથું સ્વપ્ન – દુનિયાની શ્રેષ્ઠ કક્ષાની હોટલ , જેમાં પરદેશથી આવતા લોકો સારી રીતે રહી શકે  તે મુંબાઇ માં કોલાબા ખાતેની તાજમહાલ હોટલ 1903 માં તે જમાનામાં માતબર   કહી શકાય તેવા 4.21 કરોડ રુપિયાના રોકાણથી ચાલુ કરી; મુંબાઇનું પહેલું વિજળી સાથેનું મકાન
  • પ્રબળ રાષ્ટ્રવાદી, દાદાભાઇ નવરોજી અને ફિરોઝશાહ મહેતા સાથે સતત સંપર્કમાં
  • તેમની માન્યતા પ્રમાણે આર્થિક પગભરતા વગરનું સ્વરાજ્ય અર્થહીન
  • જ્યારે કોઇ પણ કામદારોને લગતા કાયદા ન  હતા ત્યારે પણ પહેલેથી જ કામદારો પ્રત્યે અપાર સ્નેહ અને કૂણી લાગણી રાખનાર ઉદ્યોગપતિ; જમશેદપુર નું નગર કેવી સુવિધા વાળું હોવું જોઇએ તેની પૂર્વ કલ્પના તેમણે કરેલી હતી.
  • તેમના જમાના કરતાં જોજનો આગળ, જ્યારે ભારતમાં મોટી કમ્પનીઓ મેનેજિંગ એજન્સીઓથી ચાલતી ત્યારે યુરોપની પધ્ધતિ પ્રમાણે મેનેજિંગ બોર્ડ એમ્પ્રેસ મીલના વહીવટમાં દાખલ કર્યું હતું
  • પાછલી જિંદગીમાં મોટાભાગે પેરીસમાં રહ્યા  

રતીલાલ ચંદરયા

September 4, 2006

ratilal_chanderia.jpg

” હાથ પર લીધેલું કામ હું ક્યારેય અધવચ્ચે છોડતો નથી. મને હંમેશાં લાગ્યું છે કે, પ્રશ્નો ઊભા થાય તો તેના ઉકેલ પણ મળી રહે છે. એક દિશામાં દ્વાર દેવાઇ જાય તો બીજી દિશામાં ખૂલે છે. “

#   શબ્દકોશ   :  જીવન ઝાંખી

     શબ્દકોશની યાત્રા

______________ – સુરેશ જાની Read the rest of this entry »


ધીરૂભાઇ અંબાણી

September 1, 2006

“હું મગફળી કરતાં ઓછા ભાવમાં પોલીએસ્ટર

વેચીશ.”   

“ ઉનકો ખુશ રખો.”

# જીવન ઝાંખી  -1-   -2-  -3-
_______________________ – અમિત પિસાવાડિયા

Read the rest of this entry »