ચીમન મારવાડી, Chiman Marawadi

August 31, 2007

chiman_marwadi.jpg

_________________________________________________________________

જન્મ

ઇડર

અવસાન

17, એપ્રિલ, 1986, મુંબાઇ

કુટુમ્બ

પિતા – અંબાલાલજી દોલજીભાઇ મારવાડી

પત્ની – કમળાબાઇ કર્ણાટકી

અભ્યાસ

ગુજરાતી બે ચોપડી

જીવનઝરમર

પિતા નામી કલાકાર

બાળપણમાં જ સંગીત અને અભિનયની તાલીમ લીધી હતી

શરુઆતમં પિતા સાથે દેશી નાટક કમ્પનીમાં બાળ ભૂમિકાઓ ભજવી, ‘રાજા હરિશ્ચન્દ્ર’ નાટકમાં શુદ્ધ હિન્દીમાં કુંવરનો પાઠ અદા કર્યો હતો

પિતાના અવસાન બાદ ચીમનલાલ બકોરદાસની નાટક કમ્પનીમાં અને પછી નવીન દેશી નટક કમ્પનીમાં કામ કર્યું,

‘શારદા’ નામના નાટકમાં સ્ત્રી ભૂમિકા ભજવી – તે માટે સરોજિની નાયડુએ તેમને ઈનામ આપ્યું હતું

ન્યુ આલ્ફ્રેડ કમ્પનીમાં કાનપુર, લખનૌ, બરેલી, બનારસ વિ. જગ્યાઓએ હિન્દી અને ઉર્દૂમાં નાટકો કર્યા

શારદા વિજય નાટક કમ્પની, મુંબાઈ ગુજરાતી નાટક કમ્પની, શ્રી દેશી નાટક ક મ્પની માં ઘણા ગુજરાતી અને હિન્દી નાટકો કર્યા

છેવટે પોતાની ‘દેશોદય નાટક કમ્પની’ સ્થાપી, જેમાં તેમના નાના ભાઇ અમૃતલાલ અને ઘણા નામી કલાકારો અને વિખ્યાત અભિનેત્રીઓ પણ જોડાયાં.

આ કમ્પનીનું ‘વીરપસલી’ નાટક વડોદરા અને મુંબાઇમાં સળંગ 350 નાઇટ ભજવાયું હતું.

‘સાંભરરાજ’ નાટકની પાંચ રૂપિયાની ટિકીટના 100 રૂ. ભાવ મળતો હતો.

મુંબાઇમાં તેમના નામ માત્રથી લોકો નાટક જોવા આવતા હતા.

દિગ્દર્શન અને ખલનાયકી પણ કર્યાં હતાં.

‘પૃથ્વીરાજ – સંયુક્તા’ નાટકમાં સ્ટેજ પર સાચો ઘોડો લઇ આવ્યા હતા.

આઝાદી પહેલાંના જમાનામાં જૂના ગુજરાતી ચલચિત્રોમાં પણ કામ કર્યું હતું.

તેઓ નૃત્ય પણ જાણતા હતા.

જીવનમાં અનેક ચડતી- પડતી જોઇ હતી, છેલ્લે ગુજરાતી ચલચિત્રોમાં આર્થિક મુશ્કેલીઓના કારણે નાની નાની ભૂમિકાઓ પણ કરવી પડી હતી.

સન્માન

ગુજરાત રાજ્ય તરફથી ગુજરાતી રંગભૂમિ શતાબ્દી વર્ષની ઉજવણીમાં સન્માન અને માસિક બસો રૂ. નું પેન્શન


પ્રફુલ્લ શાહ, ઇન્દીરા શાહ, Praful Shah, Indira Shah

August 29, 2007

praful_indira_shah.jpg 

“નાના લોકોમાં વિશાળ દિલ વધારે જોવા મળ્યા છે.”
- તેમના પુસ્તકમાંથી

જીવનમંત્ર
“ આ જગતમાંથી હું એક જ વાર પસાર થવાનો છું, તેથી જો મમતા બતાવી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ કરી લઉં, કારણકે હું અહીંથી ફરી નીકળવાનો નથી.” -   થોપર કાર્લા

“ પ્રફુલ્લભાઇ – ઇન્દીરાબેન અનેક લોકોનાં મા-બાપ, દાદા, દાદી અને પૂજનીય છે.”
સુરેશ શાહ - કુમાર : માર્ચ, 2002

“ ભારતની સામાન્ય પ્રજા સાથે પોતાના જીવનકાર્યને જોડનાર ડોક્ટર શુષ્ક બુદ્ધિવાદી બની ન શકે. પ્રફુલ્લભાઇ ઝવેરચંદ મેઘાણીની પરંપરાનું ખુલ્લાપણું ધરાવે છે…… ગ્રામવિસ્તારમાં કામ કરવાનું સાહસ ધરાવતા નવી પેઢીના ડોક્ટરો આવાં પુસ્તકો વાંચીને પોતાની આચારસંહિતા ઘડી શકે.”
- રઘુવીર ચૌધરી

“ માનવી જો મળી જાય તો બીજું શું જોઇએ?
દાતાર હો કે દાસ, મને સહુ પસંદ છે,”
- રુસ્વા મઝલૂમીની તેમને અંજલી

# સત્યકથાઓ  :    -  1  -  :    -  2  -

_____________________________________________________________

જન્મ

30, સપ્ટેમ્બર- 1932; લીંબડી

કુટુમ્બ

પિતા – શાંતિલાલ ગીરધરલાલ ; ભાઇઓ – હસમુખ, દિલીપ; બહેનો – બે

પત્ની- ઇંદીરાબેન ( તે પણ સેવાના ભેખધારી) ; પુત્રો – રાજ, સંજય, વિવેક ; પુત્રી – સ્વ. સોનલ

અભ્યાસ

1958 - એમ.બી.બી.એસ. ( વડોદરા)

વ્યવસાય

પ્રારંભમાં છ સાર્વજનિક દવાખાનામાં કામ કર્યું

32 વર્ષની ઉમ્મરે સાવરકુંડલામાં ખાનગી દવાખાનું શરુ કર્યું

જીવનઝરમર

ગાંધીવાદી પિતાના ઉચ્ચ સંસ્કારોનો વારસો સાચવ્યો છે. પિતાને પ્રથમ વર્ગની ટિકીટ કરાવી આપી હતી તે રદ કરાવી તેમને ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવાનું મુનાસીબ માન્યું હતું. પિતાએ આરઝી હકૂમતમાં ચૂડા રાજ્યના વહીવટદાર તરીકે કામ કર્યું હતું. કદી અંગત કામ માટે સરકારી સાધનસામગ્રી કે વાહન ન વાપરતા.

27 વર્ષની ઉમ્મરે માનવસેવાનો મંત્ર આત્મસાત્ કરી અનેકો માટે સેવાપરાયણ ડોક્ટર બની રહ્યા.

દીકરી સોનલ અભ્યાસ કરતી ત્યારથીજ કરૂણામૂર્તિ હતી. કોઇનું દુઃખ જોઇ ન શકે. પછાત વિસ્તારોમાં અને માછીમારોની વસ્તીમાં બાળકોની સેવા કરવા પહોંચી જાય. ( 24 વર્ષની ઉમ્મરે જીપ અકસ્માતમાં મૃત્યુ) . તેની યાદમાં ‘સોનલ ફાઉન્ડેશન’ની સ્થાપના.

વ્યવસાયની સાથે બાળ પુસ્તકાલય, ક્ષય-નિવારણ, વૃક્ષ ઉછેર, કલા અને હુન્નરની તાલીમ આપતી અનેક પ્રવૃત્તિઓ

તેમના પુસ્તકમાં નાના માણસની, માનવતા મહોરી ઉઠે તેવી અનેક સત્યકથાઓ છે.

ખાટકી અને વાઘરી જાતિઓના ઉત્કર્ષ માટે અથાક અને નિસ્વાર્થ પ્રયત્નો કરેલા છે. આવા સાવ સામાન્ય લોકોની વિનામૂલ્યે સેવા કરતાં, તે લોકો છાનામાના શાકભાજી જેવી નાની નાની વસ્તુઓ આભારના પ્રતીક રૂપે મુકી જતા.

એક વાર ડોક્ટર માંદા પડ્યા ત્યારે દરદીઓએ તેઓ સાજા થઇ જાય તે માટે બાધા આખડીઓ રાખેલી. તે વખતે ડોક્ટરે બૌધ્ધિક વિશ્લેષણ કરવાને બદલે ‘મારાં દર્દીઓની દુઆ અને માનતા ફળી’ એમ તેમનો ઋણસ્વીકાર કરેલો.

સાર્વજનિક છાત્રાલયનું સંચાલન પણ સંભાળે છે.

‘અખંડ આનંદ’ માં તેમની સત્યકથાઓ પ્રકાશિત થતી રહે છે.

એક સાજા થયેલા દરદીએ રામદેવ પીરની બાધા ઉતારવા ડોક્ટરને સાથે લઇ જવાની હઠ પકડેલી અને ડોકટર પોતાની અંગત માન્યતાઓ બાજુએ મુકી ગયેલા પણ ખરા! ( ‘આ ભોળિયા જીવોને હું શું કહું? ઇશ્વરને પ્રાર્થના કરી કે, આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ટકી રહે એવું કરજે !” )

શોખ

ટેનિસ, કવિતા, ગરબા, ગાર્ડનીંગ, પક્ષીઓળખ

પ્રદાન

ઇન્દીરાબેને 2100 બહેનોને સીવણ શીખવાડી, 350ને સીવણ મશીનો આપી પગભર કરી.

પોલીયો અને રક્તપિત્ત નિવારણ માટે રક્તપિત્ત કેન્દ્ર- 214 થી વધુ દરદીઓને સમ્પૂર્ણ સારા કર્યા, અને પુનર્વસિત કર્યા

891 ક્ષયના દરદીઓની વિનામૂલ્યે સારવાર.

કેન્સર નિદાન-કેન્દ્ર શરુ કર્યું

1997 - સાવરકુડલામાં પિતાના સ્મરણાર્થે બાળ –પુસ્તકાલય, તેમાં બાળકોને ઉત્સાહિત કરવા દર વર્ષે સૌથી વધુ પુસ્તકો વાંચનારને ઇનામ, વક્તૃત્વ સ્પર્ધા, વાર્તાલેખન વિ. અનેક પ્રવૃત્તિઓ ચાલે છે.

ઉચ્ચ સિક્ષણ માટે સહાય

પૂનામાં અનેક ગુલમહોરનાં વૃક્ષો જોઇ સાવરકુંડલાની આજુબાજુના ગામોમાં હરિયાળી કરાવી- 1 લાખ રોપાઓનું વિતરણ અને માવજત.

કચ્છમાં ધરતીકંપ પછી રાહતકાર્ય અને મકાનો બાંધવામાં મદદ.

રચનાઓ

‘મનેખ નાનું, મન મોટું’ ( સ્વાનુભવની સત્યકથાઓ)

રક્તપિત્ત, ડાયાબીટીસ, વૃક્ષ- છોડમાં રણછોડ જેવી પરિચય પુસ્તિકાઓ

સન્માન

અશોક ગોંદિયા એવોર્ડ

સાભાર

વિજયભાઇ શાહ – હ્યુસ્ટન

———————————————————————————–

તેમના પિતા શ્રી. શાંતિલાલ શાહની શીખ

         “ ભલે તમે સંધ્યા કરો, સંયમ સાધો, ધોળાં વસ્ત્રો પહેરો, વ્રત લ્યો કે મંદિરમાં નિયમિત દર્શન કરવા જાઓ , જાત્રા કરવા જાઓ, સંતસેવા, સત્સમાગમ કે ભક્તિ આદરો; પણ જ્યાં સુધી જીવન ઉચ્ચ અને નીતિમય બનાવ્યું નથી, અસત્યનો ત્યાગ કરીને સત્યનું પાલન કરવાનું વ્રત લીધું નથી ત્યાં સુધી ઇશ્વર દૂર જ છે…. પરોપકારવૃત્તિ રાખવી. દુઃખીનાં દુઃખ દૂર કરવા બનતું તો કરજો જ.”


ઇન્દુભાઇ ઈપ્કોવાળા, Indubhai IPCOwala

August 9, 2007

  indubhai_ipco.jpg

      “સંત-સત્સંગથી ધીરે ધીરે ધન પરનો પોતાનો માલિકીભાવ ક્ષીણ થવા માંડ્યો. તે એટલે સુધી કે, એમ વિચાર આવ્યો કે, ટ્યુબ વેચાય એના ઉપર જ શા માટે? જેટલી ટ્યુબ આપણી આગળ ઉત્પાદિત થઇને  આવે એના ઉપર જ આ નિયમ લાગુ પાડોને ! ધારોકે, પચ્ચીસ હજાર ટ્યુબ આવી તો, એના ઉપર આટલા ભગવાનને આપવાના થાય તે પહેલેથી જ, અગાઉથી જ આપી દેવા. શા માટે ભગવાનના ઉધાર રાખવા? એટલે વેચાણ પર નહિ, ઉત્પાદન પર આ સ્વયમ્ લાદેલો ‘પ્રભુ- ટેક્સ’ આપી દઇને ચિંતામુક્ત થઇ જવાનું “
- ‘ઓજસનો અવતાર’ માંથી

“ઓજસનો કદી અસ્ત થતો નથી.”
માણસ જાય છે. વિચારો ટકે છે, ને એની ‘પ્રજા’ પણ થાય છે.”
- રજનીકુમાર પંડ્યા

# ‘ઇપ્કો’ ની વેબ સાઇટ

________________________________________________

સમ્પર્ક   -  ઇપ્કો હાઉસ, હિમાંશુ બંગલો, પેટલાદ રોડ, નડિયાદ- 387 001   

નામ

ઇન્દુલાલ  મગનલાલ પટેલ

ઉપનામ

ચરોતરના ભામાશા, ચરોતર રત્ન 

જન્મ

7, સપ્ટેમ્બર- 1927 ; ધર્મજ (જિ.  ખેડા)

અવસાન

23, જુલાઈ - 2007 ; અમદાવાદ

કુટુમ્બ

માતા - સૂરજબા; પિતા - મગનભાઇ પટેલ; દાદા - ધોરીભાઇ

પત્ની - શારદા (લગ્ન- 1951) ; પુત્રીઓ - અનીતા, નયના

અભ્યાસ

બી.ફાર્મ  

વ્યવસાય

શરુઆતમાં મુંબાઇમાં મેડીકલ રેપ્રઝેન્ટેટીવ

પછી ધર્મજમાં છીંકણીના સેલ્સમેન

શેષ જીવન -  તમાકુની  ટૂથપેસ્ટ બનાવવાનું કારખાનું - ‘ઈપ્કો’

જીવનઝરમર

બે વર્ષની ઉમ્મરે પિતા પાસે આફ્રિકા ગયા.

પિતા ‘ફોજી’ ના નામે ઓળખાતા, કારણકે કોઇ જરુરતમંદ માગે તો ગજવામાં હોય તેટલા રૂપિયા આપી દેતા. માતા  અત્યંત ધાર્મિક વૃત્તિવાળાં હતાં.

બાળપણમાં તોફાની, થોડા સંગ - કુસંગ, ભણવામાં બેધ્યાન

શાળા અને કોલેજ કાળમાં ભણવામાં હોંશિયાર 

1958 - તમાકુની ટૂથપેસ્ટ બનાવવાનો ‘ફ્લેશ’ થયો - ઓજસનો પહેલો ચમકારો

શરુઆતની જિંદગીમાં સાવ નાસ્તિક, પણ પત્નીના સહવાસે નડિયાદના સંતરામ મહારાજને    સમર્પિત

આવકનો મોટાભાગનો હિસ્સો આપી ‘શારદાબેન ઇન્દુભાઇ ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ’  સ્થાપ્યું અને જાળવ્યું, જેમાંથી કોલેજો, દવાખાના, ગરીબીમુક્તિ, દુષ્કાળરાહત, મંદિરો, ટાઉન હોલ, કેન્સર સંશોધન કેન્દ્ર વિ. માટે લાખોનાં દાન આપ્યાં.

તેમના જમાઇઓ દેવાંગભાઇ અને અવિરતભાઇએ તેમના વ્યવસાય અને ટ્રસ્ટનાં કામો  ઉપાડી લીધાં છે.  

રચનાઓ

તેમની જીવનકથા - ઓજસનો અવતાર ( લે. રજનીકુમાર પંડ્યા)  - તેમને પંચોતેર વર્ષ થયા તે પ્રસંગે લખાયેલ

સાભાર

સપ્તક - ગુજરાત ટાઇમ્સ, ન્યુયોર્ક - રજનીકુમાર પંડ્યા 

———————————————————————————-

રજનીકુમાર પંડ્યાના પુસ્તક વિશે વિચારો -

         ” એક મહિનો અને દસ  દિવસ હું ઇન્દુકાકાના જીવનના અંતરંગમાં , એના ઊંડાણમાં અવગાહન કરતો રહ્યો. મારી સાથે મારી મદદમાં ભાઇ બીરેન કોઠારી પણ રહ્યો. અમને બન્નેને લાગતું હતું કે, અમે કોઇ વન્ડરલેન્ડમાં ફરી રહ્યા છીએ, જ્યાંની ભૂમિ સપાટ નથી. માર્ગો બનાવેલા નથી. કાંટાના અનુભવો હતા. હતાશાની ખીણો હતી. તો આશાની પગથાર પણ હતી. ક્યાંક એકદમ યુ-ટર્ન હતો, ત્યાં ક્યાંક ગેબી શક્તિ હાથ પકડીને દોરતી હોય એમ લાગતું હતું. આકાશ અનેકરંગી હતું, પણ એમાં જે સૂરજ ચમકતો હતો તે માત્ર તેજ ફેંકતો ન હતો, તેજથી ઊંચી કોઇ ચીજ એમાંથી ફૂટતી હતી. તેજથી ઊંચું, તેજથી વધુ દેદીપ્યમાન, દૈવી અને ચોતરફ શાતા ફેરવનાર એવું શું હોઇ શકે? એનું શું નામ હોઇ શકે? એને કહેવાય ‘ઓજસ’

           ઇન્દુકાકા માત્ર તેજસ્વી નહોતા, ઓજસ્વી પણ હતા. ઘણા એને ચહેરાની કાંતિ કહે, ઘણા તેજવલય કહે - પણ એ બન્ને શબ્દોમાં ગ્લેમરનો ઇશારો છે. ઓજસમાં ગ્લેમર( ચળકાટ) ન હોય. શીળું , દૈવી જ્યોત જેવું કોઇ તત્વ હોય. બન્ને વચ્ચે જ્વાળા અને જ્યોતિ જેટલો ફેર છે. પુરુષાર્થ, પ્રતિભા અને પ્રારબ્ધે એમને ધન આપ્યું, પણ એ ધનથી એમનામાં ગરમી ન જન્મી, ગરવાઇ જન્મી અને દ્યુતિનો પ્રાદુર્ભાવ થયો. એમની જીવનયાત્રાનો અર્ક ‘ઓજસ’ શબ્દમાં વરતાતો હતો.

      એટલે પછી અમને ઇન્દુકાકાના પુસ્તકનું શીર્ષક સૂઝ્યું   - ઓજસનો અવતાર”