છગનભા, Chhaganbha
ગુજરાતમાં કેળવણીની ક્રાંતિ કરનાર વિભૂતિ - ચાર ચોપડી ભણેલા માણસના કામમાંથી યુનિવર્સીટી બની.
“ હું મારા દેશના લોકોને કહું છું કે, તમે ચેતજો અને પરમ કૃપાળુ પરમાત્માએ તમને બક્ષેલાં તન-મન-ધન કે જ્ઞાન, જે હોય તે પરમાર્થે વાપરશો તો ક્યારેય પસ્તાવું પડશે નહીં .”
પ્રેરક સૂત્ર – “ આગળ ધસો.”
_________________________________________________________________________________
નામ
-
છગનલાલ પટેલ
જન્મ
-
11- નવેમ્બર , 1863; સરઢવ જિ. મહેસાણા
અવસાન
-
22 – ડીસેમ્બર , 1940; કડી
કુટુમ્બ
-
માતા- કૃષ્ણામા; પિતા – પીતાંબરદાસ
અભ્યાસ
-
લુણસાવાડામાં અઢાર વર્ષની ઉમ્મરે ગુજરાતી ચાર ચોપડી
વ્યવસાય
-
અમદાવાદમાં લાકડાની લાટીમાં કામ
-
પછી અમદાવાદમાં શરાફી પેઢીમાં અને પછી પોતાની લાટીમાં ધંધો
-
1893 - ધંધો આટોપી વતનમાં ખેતી
જીવનઝરમર
-
આઠ વર્ષની ઉમ્મરે કામે અમદાવાદમાં કામે ચઢી ગયા
-
અઢાર વર્ષની ઉમ્મરે લાગ્યું કે ભણવું જોઇએ, તેથી માત્ર દસ મહીનામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.
-
ખેતી સાથે ધાર્મિક અને જીવનપ્રેરક સાહિત્ય વાંચતાં આત્મકલ્યાણ માટે સન્યાસ લેવા કાશી ગયા, પણ ગુરુ સ્વામી કેશવાનંદે સમાજકલ્યાણ માટે કામ કરવાની સલાહ આપી, આથી પાછા ગામ આવ્યા
-
બાળલગ્ન અને મૃત્યુભોજન જેવા કુરિવાજો સામે ઝુંબેશ.
-
આ ઝુંબેશથી તેમને લાગ્યું કે, સમાજોધ્ધારનો સાચો માર્ગ કેળવણી છે.
-
પાટીદાર સમાજમાં કેળવણી માટેની ઝુંબેશ.
-
1920 – નગીનભાઇ પટેલના સહકારથી 24 વિદ્યાર્થીઓ સાથે કડીમાં પહેલો ‘કડવા પાટીદાર વિદ્યાર્થી આશ્રમ’ શરુ થયો.
-
બીજા વર્ષે 40ની સંખ્યા થઇ પણ 18 અધવચથી છોડીને જતા રહ્યા! અત્યંત સંઘર્ષ અને મુસીબતો વેઠીને આટલા પણ વિદ્યાર્થીઓ ભેગા થઇ શક્યા હતા.
-
1922 – પહેલા ધોરણથી મેટ્રિક સુધીના 52 વિદ્યાર્થીઓ થયા. અને ત્રણ ધોરણ સુધીનું ‘કડવા પાટીદાર વિદ્યાલય’ શરુ થયું.
-
1923 – કડી રેલ્વે સ્ટેશન સામે નવ વીંઘા જમીન લેવામાં આવી.
-
જાણીતા સાહિત્યકાર પીતાંબર પટેલ તેમના વિદ્યાર્થી.
-
બહુ જ સરસ વક્તૃત્વશક્તિ હતી અને શિક્ષણના પ્રચાર સાથે ધાર્મિક શિક્ષણ પણ વણી લેતા.
-
1929 – મહાત્મા ગાંધીએ આશ્રમની મુલાકાત લીધી હતી.
-
1934 – કન્યા કેળવણી માટે કન્યાકુંજની શરુઆત.
-
તેમણે રોપેલા બીજમાંથી કડી સર્વ વિશ્વવિદ્યાલય રચાયુ છે, જેમાં ઉચ્ચ શિક્ષણ્માટેની સાત સંસ્થાઓ સ્થપાઇ છે અને 3000 વિદ્યાર્થીઓ તેમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આખી સંસ્થામાં 36,000ની સંખ્યા!
પ્રદાન
-
કડી સર્વ વિદ્યાલય, કડી સર્વ વિશ્વવિદ્યાલય
તેમના જીવન વિશેનું પુસ્તક
-
‘પ્રજ્ઞાદીપ છગનભા’ લેખક – મોહનલાલ પટેલ
સાભાર
-
ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક
May 1, 2007 at 5:53 am
હું પણ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ,કડીનો વિદ્યાર્થી છું
છગનભા!
કેટલું મોટું કામ!
કેટલું મોટું નામ!
અમારા વખતમાં [૧૯૫૦] અમે એમને છગનભા નહીં,
પણ છગનબાપા તરીકે ઓળખતા.
હવે નામમાં શું?
ભા કે બાપા.
એવા જણને તો આપણા કોટિ પ્રણામ!
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચન્દ