*** ” પથ્થર થર થર ધ્રુજે ‘ – નિરંજન ભગતનું પ્રસિધ્ધ કાવ્ય
(ઇન્દુમતીબેનના જીવનમાં બનેલા એક પ્રસંગ પરથી નિર્માયું હતું. )
-
-
-
_________________________________________________________
નામ
- -
ઉપનામ
- -
જન્મ
- 1906 – અમદાવાદ
અવસાન
- 1984
કુટુમ્બ
- માતા – માણેકબા ; પિતા – ચીમનલાલ નગીનદાસ શેઠ ; પિતરાઇ ભાઇ – અંબાલાલ સારાભાઇ
અભ્યાસ
- પ્રાથમિક - અમદાવાદની સરકારી કન્યાશાળામાં ;
- 1921 - મેટ્રીક; મુંબાઇ રાજ્યમાં કન્યાઓમાં પ્રથમ આવવા માટે ‘ચેટફીલ્ડ’ ઇનામ
- 1926 – સ્નાતક – ગુજરાત વિદ્યાપીઠ
વ્યવસાય
- શરુઆતમાં ગુજ. વિદ્યાપીઠમાં માનદ્ અધ્યાપક
- 1926 - અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના આરંભથી શિક્ષક
જીવન ઝરમર
- 1908 માં તેમના પિતા ગુજરી ગયા ત્યારે મોટા ભાગની મિલ્કત શિક્ષણ માટે વાપરવાનું વીલ કરી ગયા હતા
- 1936 થી પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણના ક્ષેત્રમાં સતત યોગદાન
- 1952 – 1960 મુંબાઇ રાજ્યના શિક્ષણમંત્રી
- 1962 – 1967 ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી
- બહેનોના ઉત્કર્ષ માટે વિવિધ પ્રકારની વ્યવસાયી તાલીમ આપતા ‘સમુન્નતિ’ ટ્રસ્ટ ના સ્થાપક
- સ્ત્રીઓને રોજી આપવા ‘મહિલા મુદ્રણાલય’ શરુ કર્યું હતું
- જીવનભર સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં સેવા આપેલી છે.
- સત્યાગ્રહ, ગ્રામોધ્ધાર, નારી ઉત્કર્ષ, ખાદી, બુનિયાદી તાલીમ, અહિંસા અંને અભય જેવા ગાંધીવાદી મૂલ્યો આત્મસાત્ કર્યા હતા
- અમદાવાદમાં ‘ખાદીમંદિર’ ના સ્થાપક
- અસહકાર અને ‘હિન્દ છોડો’ આંદોલનોમાં જેલવાસ
- 1942 ના કોમી રમખાણોમાં ટોળા વચ્ચે જઇ શાંતિ સ્થાપવાનું અભૂતપૂર્વ કાર્ય
- 1946- મુંબાઇ ધારાસભામાં બિનહરીફ ચૂંટાયા
- 1957 – મહાગુજરાતની ચળવળમાં જ્યોતિસંઘના બારણા પાસે ટોળાને સમજાવતાં લોહીલુહાણ ઘવાયા હતા.
- 1956 – અમદાવાદની એ ચૂંટણી સભામાં ટોળાએ તેમની સાડી ખેંચી નાખી હતી, છતાં તેમણે શાંતિથી પ્રવચન પૂરું કર્યું હતું . ***
- તેમના જીવનના સંસ્મરણોનું પુસ્તક ‘ સંસ્કારમૂર્તિ ઇન્દુબેન’ – લેખક ‘સ્નેહરશ્મી’
સન્માન
- 1970 – ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ નો ઇલ્કાબ
સાભાર
- નિરંજન ભગત – ગુજરાત સમાચાર, ગુજરાત ટાઇમ્સ
February 19, 2007 at 1:11 am |
[...] # ઇન્દુમતીબેન શેઠ [...]
May 1, 2007 at 10:24 pm |
ખૂબ ઉત્તમ કાર્ય કરો છો.
gujarati sahityani seva karo cho aap sau