શાંતિ દવે, Shanti Dave

            shanti_dave_1.jpg

shanti_dave_geetgovind_larg.jpg   

- ગીત ગોવિંદ

 #  વેબ સાઇટ   :  -  1  -     :     -  2  -

#    રચના  

અત્યારે ન્યુયોર્કમાં ચાલી રહેલા પ્રદર્શનના ચિત્રો  ( The Moving Finger Writes )

   ____________________________________________________________

જન્મ

  • 25 - સપ્ટેમ્બર , 1931; બડાપુરા - અમદાવાદ નજીકનું એક ગામ

અભ્યાસ

  • મ.સ. યુનિ. , વડોદરાના કલા વિભાગના પ્રથમ જુથના વિદ્યાર્થી

વ્યવસાય

  • જીવનભર કલાસાધના

જીવન ઝરમર

  • કારકીર્દિની શરૂઆત સાઇનબોર્ડ અને બેનર ચીતરવાથી કરી 
  • અભ્યાસકાળમાં ગુજરાતની ક્લા પરંપરા અને પશ્ચિમી Expressionism તથા  Action Painting  ટેક્નીક શીખ્યા
  • ભારતીય, પશ્ચિમી, ઇસ્ટ એશીયન અને આરબ કલાના સમ્મિશ્રણથી એક મૌલિક કલાનો વિકાસ કર્યો
  • લાકડાના ટૂકડા તથા બ્લોક, પત્થરનું કોતરકામ અને બહુરંગી અનોખી કલા પધ્ધતિ
  • 1964 - ન્યુયોર્ક ટાઇમ્સે ફેબ્રુઆરી - 5 ના અંકમાં પહેલે પાને તેમની તસ્વીર પ્રગટ કરી હતી. ત્યારથી તેમની કલાના નમૂના ટાઇમ - લાઇફ , ન્યુઝવીક વિ. વિશ્વપ્રસિધ્ધ સામાયિકોમાં વિજ્ઞાપનોના ભાગ રૂપે પ્રગટ થયા છે.
  • ક્લાના ટોચના સંગ્રાહક મનરો વ્હીલર વિ. ના સંગ્રહમાં તેમના ચિત્રો છે.
  • 1967 - ન્યુયોર્કની નવીના આર્ટ ગેલેરીમાં  પ્રથમ વન મેન પ્રદર્શન
  • પ્રથમ મોટું કાર્ય1963 -  ન્યુયોર્કના એર ઇન્ડીયાના વી.આઇ.પી. લુન્જમાં વિશાળ મ્યુરલ
  • કલાના મૂડી બજારમાં તેમની ગણના ઊંચા સ્તરના કલાકાર તરીકે થાય છે.
  • તાજેતરના ચિત્રોના લીલામમાં તેમનાં ચિત્રો 22 હજાર ડોલરની કિમ્મતે વેચાયા હતા.
  • દિલ્હીની લલિત કલા અકાદમી અને સાહિત્ય કલા પરિષદના એક્ઝિક્યુટીવ બોર્ડમાં સભ્ય

સન્માન

  • 1975 - તૃતીય દિલ્હી ત્રાયેનલમાં એવોર્ડ
  • અગ્નિ એશીયા અને જાપાનમાં અનેક એવોર્ડ
  • 1956, 57, 58 - નેશનલ આર્ટ એકેડેમી તરફથી ત્રણ વખત એવોર્ડ
  • 1985 - ભારત સરકાર તરફથી પદ્મશ્રી
  • 2007 - મધ્ય પ્રદેશ સરકાર તરફથી કાલીદાસ એવોર્ડ

સાભાર

  • ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક

2 Responses to “શાંતિ દવે, Shanti Dave”

  1. Jugalkishor Says:

    સુરેશ્ભાઈ આ તો કેવાં મઝાનાં ચિત્રો છે ! આવાં હજી વધુ બતાવડાવો ને ! એની શૈલી પણ સમજાવે તેવું કરાવી શકો? જુ.

  2. અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય Says:

    [...] #  શાંતિ દવે [...]

Leave a Reply