-
-
# જીવનઝાંખી : અરવિંદ મીલ
_________________________________________________________
નામ
શેઠ કસ્તુરભાઈ લાલભાઈ
જન્મ
ડિસેમ્બર – 19 ; 1894 – અમદાવાદ
અવસાન
જાન્યુઆરી - 20 ; 1980 – અમદાવાદ
કુટુમ્બ
- માતા – મોહિનાબા ; પિતા – લાલભાઈ
- પત્ની – શારદાબહેન ; સંતાનો – સિદ્ધાર્થભાઈ, શ્રેણિકભાઈ
અભ્યાસ
- 1911 – મેટ્રીક , અમદાવાદ
- કોલેજના બીજા વર્ષમાં હતા ત્યારે પિતાનું અવસાન થતાં ધંધામાં જોડાયા
વ્યવસાય
- ગુજરાતના પ્રમુખ ઉદ્યોગપતિ.
- લાલભાઈ ગ્રુપની મિલોના સંચાલક – મિલમાલિક
જીવન ઝરમર
- શ્રીમંત પરિવારમાં જન્મ. પિતા મિલ માલિક
- જીવનની પહેલી અને છેલ્લી નોકરી રાયપુર મિલમાં ટાઇમ કીપર તરીકે
- 1912 - પિતાનું અવસાન થતાં 18 વર્ષની ઉમ્મરે રાયપુર મિલના સંચાલનમાં જોડાયા
- પહેલા વિશ્વયુધ્ધ પછી આવેલી અભૂતપૂર્વ તેજીના કારણે બહુ તીવ્ર ગતિથી ઉદ્યોગની પ્રગતિ
- 1918 – કાપડ ઉદ્યોગમાં પડેલી હડતાલના કારણે ગાંધીજીએ તેમના પહેલા ઉપવાસ કર્યા, ત્યારથી તેઓ ગાંધીજીની સત્યનિષ્ઠાના ચાહક બની રહ્યા
- 1921 - અશોક મિલની સ્થાપના. પછી અરુણ આદિ મિલોની સ્થાપના કરી.
- 1921 – સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બ્લી ના સભ્ય – મીલમાલિકોના પ્રતિનિધી તરીકે
- 1931 – અરવિંદ મિલની સ્થાપના
- અનિલ સ્ટાર્ચ તથા અતુલ પ્રોડક્ટ્સ (1952) જેવા ઉદ્યોગો વિકસાવ્યા.
- 1937- 1949 રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના ઓનરરી ગવર્નર
- અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને અનેક કેળવણી સંસ્થાઓ વિકસાવી
- એલ.ડી. એન્જી. કોલેજ, એલ.ડી. ઇન્ડોલોજી કેન્દ્રમાં મોટું દાન, આ સંસ્થાઓના નામ તેમના પિતાના નામ ઉપરથી
- અટીરા અને આઇ.આઇ.એમ. (અમદાવાદ) ની સ્થાપનામાં મહત્વનું પ્રદાન
- જૈન તીર્થક્ષેત્રોના જીર્ણોદ્ધારમાં યોગદાન.
- ગુજરાતના અગ્રગણ્ય સફળ ઉદ્યોગપતિ; અમદાવાદના અગ્રણી મહાજન.
સન્માન
1968 - કેન્દ્ર સરકાર દ્વારા પદ્મભૂષણ

December 19, 2006 at 1:19 am |
[...] કસ્તુરભાઇ લાલભાઇ નો જન્મદિન- 1894 : અમદાવાદ - જીવનઝાંખી [...]
January 9, 2007 at 10:59 am |
[...] શેઠ કસ્તુરભાઈ લાલભાઈ: વાંચો જીવનઝરમર [...]
December 18, 2007 at 1:00 pm |
[...] કસ્તુરભાઇ લાલભાઇ નો જન્મદિન- 1894 : અમદાવાદ - જીવનઝાંખી [...]
January 20, 2008 at 1:07 am |
[...] જીવનઝાંખી [...]
June 20, 2009 at 6:08 am |
One of mine best Industrialist Friend from Vadodara,was talking about this great person at Last Sunday.
And he is absolutely right.
“Great Personality”
–Thanks for sharing!!
Gir National Park