તંત્રીમંડળમાં ઉમેરો

         અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, અમદાવાદના શ્રી. જુગલ કિશોર વ્યાસ આજ તા. 4 નવેમ્બર- 2006 થી પરિચય બ્લોગોના સંકલન કાર્યમાં જોડાયા છે.

3 Responses to “તંત્રીમંડળમાં ઉમેરો”

  1. Jugalkishor Vyas Says:

    નૂતનવર્ષાભિનંદન ! (ખંડ શિખરિણી)
    ————————–
    નવા વર્ષે, હર્ષે,
    જરી’કી’ના સ્પર્શે ક્લિક કરી અભિનંદન દઉં;
    શુભ ભવિષ સૌનું ચહું; નમું!
    ===============================
    સુત્રે મણિગણા ઇવ! * ( અનુષ્ટુપ )
    ==============
    ‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ
    માળાના મણકા જેવા,સ્નેહના બંધને બહુ !

    ‘વેબ’નું વિસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
    વિશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું નકી.

    સમયો સૌના નોખા, નોખી નોખી ઋતુ,અને
    નિયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.

    છોને વ્યવસાયે વ્યસ્ત, ત્રસ્ત સંસાર=સાગરે,
    તો ય આ”નેટડે” મસ્તસૌ છલ્ કે નિજ-ગાગરે!

    વિવિધા આટલી વચ્ચે; ટેન્શનો આટલાં નર્યાં;
    તો ય આ “વેબડો”સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!

    વિસ્તર્યાં વિશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
    સંધાયાં આમ સૌ ભાષા-સુત્રે મણિગણા ઇવ !!

    —જુગલકિશોર.
    j_jugalkishor@yahoo.co.in
    ================================
    * ભગવદ્ ગીતા-અધ્યાય:૭/શ્લોક:૭.

  2. Urmi Saagar Says:

    Welcome aboard!!

  3. Nilesh Vyas Says:

    hi all
    thanks to all for togethering at one roof
    plz correct the date of joining of Mr Jugal Kishor Vyas
    regards
    Nilesh Vyas

    ચીવટથી વાંચી ભુલ બતાવવા માટે આભાર. સુધારો કર્યો છે. - સુરેશ જાની.

Leave a Reply