અનેક ક્ષેત્રોમાં નિપુણતા અને સિદ્ધહસ્તતા
_____________________________________
અભ્યાસ
- બી.એ.
- પત્રકારત્વમાં ડિપ્લોમા
- ઑફિસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
વ્યવસાય
- રાજનીતિજ્ઞ
- સામાજિક કાર્યકર
- પત્રકાર
જીવન ઝરમર
- વ્યુત્પન્ન સાહિત્યકાર, સમર્થ વિચારક, અખબારી આલમના સર્વેસર્વા જેવા જાગ્રત પ્રહરી, વિચક્ષણ, રાજનીતિજ્ઞ, સંનિષ્ઠ સામાજિક કાર્યકર, કુશળ વક્તા અને સંચાલક, સેવાભાવી સજ્જન અને પત્રકાર, નખશિખ બુદ્ધિવાદી ચિંતક
- 1958 – મુંબઇ મંત્રાલયની સરકારી નોકરી છોડી યુવક કોંગ્રેસમાં જોડાયા
- મુંબઇ રાજ્યનું વિભાજન થતાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇએ ગુજરાતના સંપન્ન ટ્ર્સ્ટ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી એન્ડ મેમોરીયલ ટ્ર્સ્ટની જવાબદારી તેમને સોંપી અને સેક્રેટરી નીમ્યા
- 1971 - શ્રી કે.કે.શાહ કેન્દ્રના પ્રધાન તરીકે નિમાતાં શ્રી કનુભાઇ દેસાઇ તેમના રહસ્યમંત્રી બન્યા; તેમણે મુંબઇ વિભાગીય કોંગ્રેસના મંત્રી તરીકે તેમ જ પ્રસિદ્ધ બેરિસ્ટર શ્રી રજની પટેલ સાથે અનેક સંસ્થાઓમાં કામ કર્યું
- 1972-76 - યુવાનોમાં જાગૃતિ આણવા ’ઉપહાર’ માસિક શરૂ કર્યું, જે ઘણું લોકપ્રિય નીવડ્યું.
- મહારાષ્ટ્ર સરકારની વીજીલન્સ કમિટી અને પ્રોહીબીશન કમિટીના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી
- 1972-73 – ધોબી તળાવ કૉંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ, પ્રકાશન અધિકારી, અને નાણાં સમિતિના સેક્રેટરી, ઓર્ગેનાઇઝર સેક્રેટરી – એમ વિવિધ હોદ્દાઓ કુશળતાપૂર્વક સંભાળ્યા અને દીપાવ્યા
- સામાજિક અને રચનાત્મક ક્ષેત્રે મુંબઇ પ્રદેશ કૉંગ્રેશ કમિટી આયોજિત વિવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન
- વિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં જોઇન્ટ સેક્રેટરીની હેસિયતથી બજાવેલ કામગીરી ભારે પ્રશંસા પામી
- 1980 - ડિસ્ટ્રીક્ટ રીઓર્ગેનાઇઝેશનલ સેલના સભ્ય તરીકેની નોંધપાત્ર કામગીરી
- 1986 - મહારાષ્ટ્ર સરકારે, ‘મુંબઇ સમાચાર’ અને ‘ગુજરાત સમાચાર’ દૈનિક પત્રોમાં પ્રગટ થતા તેમના લેખોને અનુલક્ષી પ્રેસકાર્ડ આપ્યું.
મુખ્ય રચનાઓ
- ચરિત્ર – શ્રી મોરારજીભાઇ દેસાઇ અને શ્રી પાંડુરંગ શાસ્ત્રીની મુલાકાતો પર આધારિત પુસ્તક ‘મહાનુભાવોની મંગળ વાણી’ , પુરાણયોગી મોરારજીભાઇ *
- સંશોધન – આપણા રાષ્ટ્રીય પ્રશ્નો, આપણી રાષ્ટ્રીય સમસ્યાઓ
- ધાર્મિક - ધર્મસંચય, ધર્મરહસ્ય, ધર્મરહસ્યની ખોજમાં , ધર્મ અને સંસ્કૃતિ
સન્માન
- 1984 – સાહિત્ય એકેડેમી એવોર્ડ *
- મહારાષ્ટ્ર સરકાર દ્વારા મળેલા બિરુદો - ‘જસ્ટીસ ઓફ પીસ’ અને ‘સ્પેશ્યલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ’
સાભાર
‘વાપી-તાપીની વિરાસત’
November 2, 2006 at 10:29 pm |
[...] # કનુભાઇ દેસાઇ [...]