મહેન્દ્ર શાહ, Mahendra Shah
November 17, 2006“દીકરી ને ગાય જ્યાં દોરે (Draw ! ) ત્યાં જાય…મારા સસરાજીને આ મનોમન સમજાઇ ગયું હશે કે, જે વ્યક્તિ તેના ચિત્રોમાં આટલા પ્રેમ અને લાગણીથી રંગ પૂરી શકતો હોય, તો તે મારી દીકરીના જીવનમાં તો કેટલા સુખના રંગો ભરી દેશે?”
તેમનો પ્રિય શેર -
” અહીં પહોંચ્યા પછી તો આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ તો બધું થાય છે. “
- રાજેન્દ્ર શુકલ
# વેબ સાઇટ
ઉપનામ
અમેરીકન અમદાવાદી
જન્મ
21 - સપ્ટેમ્બર - 1945, સરદારપુર (જિ. મહેસાણા)
કુટુમ્બ
- માતા – ચંદનબેન ; પિતા – પ્રભુદાસ ; ભાઇ બહેન - સાત , બધા તેમનાથી મોટા
- પત્ની – અરુણા ; પુત્ર - અનીશ ; પુત્રી - રેશમા
અભ્યાસ
- પ્રાથમિક - ગામમાં ; માધ્યમિક - વીસનગર
- 1968 - વડોદરા થી આર્કીટેક્ચરના સ્નાતક
વ્યવસાય
- આર્કીટેક્ટ
- સ્વતન્ત્ર ધંધો
- “મૂંછ પરણ્યા પછી નહીં પણ મરી અને મીઠા જેવી થવા માંડી એટલે મુંડી નાખી !!”
જીવન ઝરમર
- બાળપણથી જ ગામડામાં રંગાટીઓને જોઇને ચિત્રકામ પ્રત્યે પ્રીત
- સ્નાતક થયા બાદ થોડોક વખત ગુજરાત સરકારમાં નોકરી
- 1974 - અમેરીકા સ્થળાંતર
- અમેરીકામાં શરુઆતમાં નોકરી
- છેલ્લા થોડાં વર્ષથી ખાનગી ધંધો
- કાર્ટૂન સર્જન પ્રક્રિયા
મુખ્ય રચનાઓ
- કાર્ટૂન સંગ્રહ - અમે અમેરીકન અમદાવાદી
Posted by સુરેશ
