જમશેદજી ટાટા
October 6, 2006
“Freedom without the strength to support it and, if need be, defend it, would be a cruel delusion. And the strength to defend freedom can itself only come from widespread industrialisation and the infusion of modern science and technology into the country’s economic life.”
નામ
જમશેદજી નસરવાનજી ટાટા
ઉપનામ
ભારતીય ઉદ્યોગના પિતા
જન્મ
3 માર્ચ - 1839 , નવસારી
અવસાન
19 મે - 1904 , Bad Nauheim, Germany
કુટુમ્બ
- માતા – જીવનબાઇ ; પિતા – નસરવાનજી
- પત્ની – હીરાબાઇ ; પુત્ર - દોરાબજી
અભ્યાસ
- પ્રાથમિક , માધ્યમિક - નવસારી
- 1858 - એલ્ફીન્સ્ટન કોલેજ મુંબાઇમાંથી બી.એ.
વ્યવસાય
શરુઆતમાં વેપારી અને પછી ઉદ્યોગપતિ
જીવન ઝરમર
- 14 વર્ષની ઉમ્મરે પિતા સાથે રહેવા મુંબાઇ ગયા
- 1868 સુધી - પિતાની પેઢીમાં કામ, પછી 21,000 રૂ. ની મુડીથી પોતાની ટ્રેડીંગ કંપની સ્થાપી
- 1869 - ચીંચપોકલીમાં એક જુની ઓઇલ મીલ લઇ તેમાં અલેક્ઝાન્ડર નામની કાપડની મીલ સ્થાપી
- 1874 - બે જ વરસ પછી મીલ સારા નફે વેચી નાગપુરમાં તદ્દન નવી મીલ સ્થાપી; 1877 માં તેનું નામ ક્વીન વિક્ટોરીયાના નામ પરથી એમ્પ્રેસ મીલ રાખ્યું
- જીવનના ત્રણ સ્વપ્ન - પોતાનું સ્ટીલનું કારખાનું, વિશ્વકક્ષાની વૈજ્ઞાનિકોને તૈયાર કરતી સંસ્થા, અને પોતાનો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ ; ત્રણે માટે અથાગ પ્રયત્નો કર્યા પણ પોતાના જીવનમાં તે સ્વપ્ન સાકાર થતું જોઇ શકે તે પહેલાં જર્મનીમાં અવસાન પામ્યા.
- ટાતા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ- જમશેદપુર, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ - બેન્ગ્લોર, અને ટાટા પાવર કમ્પનીનો ખોપોલી પ્લાન્ટ તેમના સ્વપ્ન સર્જનો, જે તેમના મરણ બાદ સાકાર થયા
- તેમનું ચોથું સ્વપ્ન - દુનિયાની શ્રેષ્ઠ કક્ષાની હોટલ , જેમાં પરદેશથી આવતા લોકો સારી રીતે રહી શકે તે મુંબાઇ માં કોલાબા ખાતેની તાજમહાલ હોટલ 1903 માં તે જમાનામાં માતબર કહી શકાય તેવા 4.21 કરોડ રુપિયાના રોકાણથી ચાલુ કરી; મુંબાઇનું પહેલું વિજળી સાથેનું મકાન
- પ્રબળ રાષ્ટ્રવાદી, દાદાભાઇ નવરોજી અને ફિરોઝશાહ મહેતા સાથે સતત સંપર્કમાં
- તેમની માન્યતા પ્રમાણે આર્થિક પગભરતા વગરનું સ્વરાજ્ય અર્થહીન
- જ્યારે કોઇ પણ કામદારોને લગતા કાયદા ન હતા ત્યારે પણ પહેલેથી જ કામદારો પ્રત્યે અપાર સ્નેહ અને કૂણી લાગણી રાખનાર ઉદ્યોગપતિ; જમશેદપુર નું નગર કેવી સુવિધા વાળું હોવું જોઇએ તેની પૂર્વ કલ્પના તેમણે કરેલી હતી.
- તેમના જમાના કરતાં જોજનો આગળ, જ્યારે ભારતમાં મોટી કમ્પનીઓ મેનેજિંગ એજન્સીઓથી ચાલતી ત્યારે યુરોપની પધ્ધતિ પ્રમાણે મેનેજિંગ બોર્ડ એમ્પ્રેસ મીલના વહીવટમાં દાખલ કર્યું હતું
- પાછલી જિંદગીમાં મોટાભાગે પેરીસમાં રહ્યા
Posted by સુરેશ