વનેચંદની સ્મશાન યાત્રા
કયો ગુજરાતી વનેચંદથી અજાણ હશે?
પરંતુ ગુજરાતની પ્રજાને દાયકાઓથી હસતી રાખનાર શ્રી. શાહબુદ્દીન રાઠોડનું અમર પાત્ર વનેચંદ, એ કોઇ કાલ્પનિક પાત્ર નથી પણ તેમના બાળપણના લંગોટીયા મિત્ર હતા તે ઘણાને ખબર નહીં હોય. ( મને પણ નહોતી ! )
એ શ્રી. વનેચંદ તા. 14મી સપ્ટેમ્બર 2006 ના રોજ ટૂંકી માંદગી બાદ અવસાન પામ્યા છે.
જૈન સમાજના સ્થાનિક અગ્રણી શ્રી. વનેચંદ ગુલાબચંદ દોઢીવાળા, થાનગઢના જાણીતા ઉદ્યોગપતિ હતા અને અને અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ બહુ જ હસમુખા સ્વભાવ વાળા હતા અને પોતાના પર થતી મજાક માત્ર સહન જ નહીં , પણ માણી ય શકતા હતા.
વનેચંદના વરઘોડાની મજા માણી ચૂકેલા આપણે સૌ તેમની સ્મશાનયાત્રામાં ભલે ન જોડાયા, પણ તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના અવશ્ય કરીએ.
October 3, 2006 at 8:42 am
વનેચંદભાઇ , તેમના ગામ થાનગઢ મા વનુકાકા ના નામથી જાણીતા હતા. ઇશ્વર તેમના આત્મા ને શાંતિ અર્પે.