સયાજીરાવ ગાયકવાડ

October 7, 2006

જમશેદજી ટાટા

October 6, 2006

jamsetji.jpg“Freedom without the strength to support it and, if need be, defend it, would be a cruel delusion. And the strength to defend freedom can itself only come from widespread industrialisation and the infusion of modern science and technology into the country’s economic life.”

 #   જીવન ઝરમર  - 1 -   :    - 2 -

_______________________

નામ

જમશેદજી નસરવાનજી ટાટા

ઉપનામ

ભારતીય ઉદ્યોગના પિતા  

જન્મ

3 માર્ચ -  1839 , નવસારી

અવસાન

19 મે -   1904 , Bad Nauheim, Germany

કુટુમ્બ

  • માતા –  જીવનબાઇ ; પિતા – નસરવાનજી
  • પત્ની – હીરાબાઇ ; પુત્ર - દોરાબજી

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક - નવસારી
  • 1858 - એલ્ફીન્સ્ટન કોલેજ મુંબાઇમાંથી બી.એ.

વ્યવસાય

શરુઆતમાં વેપારી અને પછી ઉદ્યોગપતિ 

 iis_banglore.jpg  I.I.Sc. - Banglore 

 iron_steel.jpg TISCO -Jamshedpur   

 taj_mumbai.jpg Taj Hotel - Mumbai

જીવન ઝરમર

  • 14 વર્ષની ઉમ્મરે પિતા સાથે રહેવા મુંબાઇ ગયા
  • 1868 સુધી - પિતાની પેઢીમાં કામ, પછી 21,000 રૂ. ની મુડીથી પોતાની ટ્રેડીંગ કંપની સ્થાપી
  • 1869 - ચીંચપોકલીમાં એક જુની ઓઇલ મીલ લઇ તેમાં અલેક્ઝાન્ડર નામની કાપડની મીલ સ્થાપી 
  • 1874 - બે જ વરસ પછી મીલ સારા નફે વેચી નાગપુરમાં તદ્દન નવી મીલ સ્થાપી; 1877 માં તેનું નામ ક્વીન વિક્ટોરીયાના નામ પરથી એમ્પ્રેસ મીલ રાખ્યું  
  • જીવનના ત્રણ સ્વપ્ન - પોતાનું સ્ટીલનું કારખાનું, વિશ્વકક્ષાની વૈજ્ઞાનિકોને તૈયાર કરતી સંસ્થા, અને પોતાનો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ ; ત્રણે માટે અથાગ પ્રયત્નો કર્યા પણ પોતાના જીવનમાં તે સ્વપ્ન સાકાર થતું જોઇ શકે તે પહેલાં જર્મનીમાં અવસાન પામ્યા.
  • ટાતા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ- જમશેદપુર, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ - બેન્ગ્લોર, અને ટાટા પાવર કમ્પનીનો ખોપોલી પ્લાન્ટ તેમના સ્વપ્ન સર્જનો, જે તેમના મરણ બાદ સાકાર થયા
  • તેમનું ચોથું સ્વપ્ન - દુનિયાની શ્રેષ્ઠ કક્ષાની હોટલ , જેમાં પરદેશથી આવતા લોકો સારી રીતે રહી શકે  તે મુંબાઇ માં કોલાબા ખાતેની તાજમહાલ હોટલ 1903 માં તે જમાનામાં માતબર   કહી શકાય તેવા 4.21 કરોડ રુપિયાના રોકાણથી ચાલુ કરી; મુંબાઇનું પહેલું વિજળી સાથેનું મકાન
  • પ્રબળ રાષ્ટ્રવાદી, દાદાભાઇ નવરોજી અને ફિરોઝશાહ મહેતા સાથે સતત સંપર્કમાં
  • તેમની માન્યતા પ્રમાણે આર્થિક પગભરતા વગરનું સ્વરાજ્ય અર્થહીન
  • જ્યારે કોઇ પણ કામદારોને લગતા કાયદા ન  હતા ત્યારે પણ પહેલેથી જ કામદારો પ્રત્યે અપાર સ્નેહ અને કૂણી લાગણી રાખનાર ઉદ્યોગપતિ; જમશેદપુર નું નગર કેવી સુવિધા વાળું હોવું જોઇએ તેની પૂર્વ કલ્પના તેમણે કરેલી હતી.
  • તેમના જમાના કરતાં જોજનો આગળ, જ્યારે ભારતમાં મોટી કમ્પનીઓ મેનેજિંગ એજન્સીઓથી ચાલતી ત્યારે યુરોપની પધ્ધતિ પ્રમાણે મેનેજિંગ બોર્ડ એમ્પ્રેસ મીલના વહીવટમાં દાખલ કર્યું હતું
  • પાછલી જિંદગીમાં મોટાભાગે પેરીસમાં રહ્યા  

વનેચંદની સ્મશાન યાત્રા

October 2, 2006

       કયો ગુજરાતી વનેચંદથી અજાણ હશે? Read the rest of this entry »