“ઘાસના એક તણખલાંનું બળ કેટલું? ઘણાં તણખલાં ભેગાં કરો તોય , પવનનો એક ઝપાટો આવે તો તણખલાંને ક્યાંય લઇ જાય.પણ એ બધાં તણખલાં ભેગાં થઇ અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે….. આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે.”
“જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” – વિનોબા ભાવે
” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” – ગાંધીજી
# સંકલ્પનું બળ - મહારાજ
નામ
રવિશંકર વ્યાસ
ઉપનામ
મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી
જન્મ
25 – ફેબ્રુઆરી, 1884 ( મહા શિવ રાત્રિ ) ; રઢુ ગામ ( જિ. ખેડા)
અવસાન
1 – જુલાઇ, 1984 , વડોદરા
કુટુમ્બ
- પત્ની – સૂરજબા
અભ્યાસ
પ્રાથમિક - છ ધોરણ
વ્યવસાય
આજીવન સમાજ સેવા
જીવન ઝરમર
- નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
- 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
- 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું
- 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
- 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
- 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
- 1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
- જેલમાં ગામઠી ગીતા સમજાવતા
- આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ


- પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
- 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
- 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
- આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
- પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
- 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
- 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી
- 1975 – કટોકટીનો વિરોધ
રચનાઓ
મહારાજને લગતાં પુસ્તકો –
- મહારાજની વાતો
- વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
- માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )
સન્માન
ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.
September 22, 2006 at 6:20 pm |
[...] # રવિશંકર વ્યાસ (મહારાજ) [...]
September 28, 2006 at 2:46 am |
I rember Maharaj as a child. He came to Ahmedabad MANY TIMES,
OUR RAVISHANKER MAHARAJ WAS THE SECOND GANDHI OF GUJARAT.
I WILL ALWAYS REMEMBER HIS SAY.”
A PLATE OF BLADE OF GRASS WILL NOT LAST IN THE FORCE OF WIND BUT IF YOU MAKE A CORD OF MANY WILL TIE THE ELEPHANT.
September 29, 2006 at 11:33 am |
શ્રી રવિશંકર મહારાજની અવસાન તારીખમાં ભુલ સુધારી લેશોજી.
૧૦૮૪ ની બદલે ૧૯૮૪ હોઇ શકે.
આભાર
September 29, 2006 at 2:22 pm |
ચિવટથી વાંચવા માટે આભાર ! સુધારો કર્યો છે.
November 3, 2006 at 3:57 pm |
સુરેશભાઈ,
દાદાના સાચા સમાજસુધારના કામ પાટણવાડિયાકોમ માટેની હતી,
હું તમને પુરક માહિતી મોકલીશ.આ સંતને સાદર પ્રણામ.
July 24, 2007 at 8:45 am |
[...] તેમના જીવન વીશે વાચો – [...]
April 2, 2008 at 1:40 pm |
દાદા, ‘રઢુ’ ગામ છે.