દાદાભાઇ નવરોજી
“The grand old man of India”
# જીવન ઝરમર - 1 - : - 2 - : - 3
___________________ - જયશ્રી
નામ
દાદાભાઇ નવરોજી
જન્મ
4 સપ્ટેમ્બર, 1825; નાસિક
અવસાન
30 જુન, 1917,મુંબઇ
કુટુમ્બ
- માતા – માણેકબાઇ ; પિતા –નવરોજી પલનજી દોર્દી
- પત્ની – ગુલબાઇ ; સંતાનો - પુત્રી - ડો. માણેકબાઇ
અભ્યાસ
- પ્રાથમિક, માધ્યમિક - નેટિવ એજ્યુકેશન સોસાયટી, નાસિક
- ઉચ્ચ - એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટ (એલ્ફિંસ્ટનકોલેજ, મુંબઇ )
વ્યવસાય
- 1850 - એલ્ફિંસ્ટન ઇંસ્ટિટયુટમાં ગણિત અને natural philosophy ના પ્રથમ ભારતીય પ્રોફેસર
- 1855 - લંડનમાં પ્રથમ ભારતીય વ્યાપારમાં કામા કુટુંબ સાથે ભાગીદાર
- 1856 -લંડન કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર
- 1869 - બરોડા રાજ્યના દિવાન
- 1892 - લંડન સંસદના પ્રથમ ભારતીય સભ્ય
- 1886, 1893, 1906 - ભારતીય કોંગ્રેસના પ્રમુખ
- મુંબાઇ
જીવન ઝરમર
- 1849 - મુંબઇમાં પ્રથમ કન્યા કેળવણીની શાળાની શરૂઆત
- 1867 - લ ન્ડનમાં ઇસ્ટ ઇ ન્ડીયા એસોસીયેશનની સ્થાપના
- 1869 - લંડન ઝોરોસ્ટિયન એસોસીયેશનની સ્થાપના, 1907 સુધી એના પ્રમુખ
- 1885 - ભારતીય નેશનલ કોંગ્રેસના સર્જન અને સ્થાપનામાં અગત્યનો ફાળો
- 1892 - લંડન સાંસદના સભ્ય તરીકે લંડનમાં રહી બ્રિટિશરાજમાં ભારતીયોની દશા વિષે જાગૃતિ લાવવામાં ખૂબ અગત્યનો ફાળો.
- Poverty and Un-British Rule in India દ્વારા બિટિશ શાસનની ખામીઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમે પરિણામે રોયલ કમિશનની સ્થાપના થઇ, જેના સભ્ય તરીકે દાદાભાઇની નિમણુંક થઇ.
- 1906 - કોંગ્રેસના પ્રમુખ તરીકે ‘સ્વરાજ’ની માંગણી. ગાંધીજી એ એમને પોતાના ગુરુ તરીકે ગણાવ્યા.
સન્માન
દેશમાં અનેક જગ્યાએ તેમના બાવલાં મૂકાયેલા છે. અને અનેક શહેરોમાં જાહેર અને મૂખ્ય રસ્તાઓના નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યા છે
September 19, 2006 at 1:29 pm
[...] દાદાભાઇ નવરોજી [...]
June 30, 2007 at 2:08 am
[...] જીવનઝાંખી [...]