હોમી ભાભા

homi_bhabha.jpgFather of nuclear sciences in India.

”આપણે પહેલાં અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તાકાત કેળવવી જોઇએ, અને પછી દુનિયાને ગાંધીજીની વાત સમજાવવી જોઇએ.”

 #  વેબ સાઇટ  - 1 -  :  - 2 -

____________________________

નામ

હોમી જહાંગીર ભાભા   

જન્મ

30- ઓક્ટોબર, 1909, મુંબાઇ

અવસાન

24 - જાન્યુઆરી, 1966, માઉન્ટ બ્લાન્ક , યુરોપ - વિમાની અકસ્માતમાં

કુટુમ્બ

પિતા – જહાંગીર, માયસોરમાં શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર જનરલ  

અભ્યાસ

  • 1927- કેમ્બ્રીજ યુ.કે.માં મીકેનીકલ એંજિનીયરીંગ ભણવા ગયા 
  • 1935 - કેવેન્ડીશ લેબોરેટરીમાંથી પી.એચ.ડી.
  • નોબલ ઇનામ વિજેતા પોલ ડીરાક સાથે કામ કર્યું હતું,  ભૌતિક શાસ્ત્રના માંધાતા જેવા વિજ્ઞાનીઓ ફર્મી, બોર્ હ , ફ્રેન્કના અંગત સંપર્કમાં

વ્યવસાય

  • જાણીતા અણુ વિજ્ઞાની
  • ભારત સરકારના અણુશક્તિ ખાતાના સેક્રેટરી  

                 homi_bhabha_nehru.jpg

જીવન ઝરમર

  • 1939 - ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ- બેન્ગ્લોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મીક કિરણોના સંશોધન માટેનું કેન્દ્ર સ્થાપ્યું
  • 1945- જે. આર. ડી ટાટા ની દોરવણી હેઠળ મુંબાઇમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) ના ડિરેક્ટર ( હીરોશીમાના અણુ ધડાકાના ચાર જ મહીના બાદ)
  • 1948 -  ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જવાહરલાલ  નહેરૂની પ્રેરણા અને મદદથી એટોમીક એનેર્જી કમીશન ઓફ ઇન્ડીયાની સ્થાપના
  • 1954 - ભારત સરકારના એટોમીક એનેર્જી ડીપાર્ટમેન્ટના  સેક્રેટરી
  • 1955- જીનીવા ખાતે એટોમિક એનેર્જીના શાંતિમય ઉપયોગો માટેની કોન્ફરંસ ના પ્રેસીડેન્ટ
  • 1966 - માઉન્ટ બ્લાન્ક , આલ્પ્સ પાસે વિમાની હોનારતમાં અવસાન ( આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની દહેશત -  13 જ દિવસ પહેલાં લાલ બહાદુર શાસ્ત્રી પણ ભેદી રીતે તાશ્કંદમાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા )
  • ભારતના અનેક પ્રતિષ્ઠીત અણુ વિજ્ઞાનીઓને તૈયાર કર્યા

સન્માન

તેમના સ્મારક તરીકે એટોમીક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટ,  ટ્રોમ્બેનું નામ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર રાખવામાં આવ્યું

4 Responses to “હોમી ભાભા”

  1. અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય Says:

    [...] #  હોમી ભાભા [...]

  2. संजय बेंगाणी Says:

    માહીતીપ્રદ લેખ છે. હજી વિસ્તાર થી લખો તો વધારે શારૂ.

  3. 30- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર Says:

    [...] હોમી ભાભા નો જન્મદિન - 1909     ”આપણે પહેલાં અણુ શસ્ત્રોનું ઉત્પાદન કરવાની તાકાત કેળવવી જોઇએ, અને પછી દુનિયાને ગાંધીજીની વાત સમજાવવી જોઇએ.”  -  જીવનઝાંખી [...]

  4. 24 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર Says:

    [...]  જીવનઝાંખી [...]

Leave a Reply