પુરુષોત્તમ માવળંકર

p_g_mavalankar.jpg“No, Sir! ” – કટોકટી દરમ્યાન લોક સભામાં અનેક વાર

”રોગ મારા શરીરને થયો છે, આત્માને નહીં .”
- 1999

”કદી નમતું ન આપો, કદી દબાણને વશ ન થાઓ,
કદી પ્રયત્ન કરવાનું બંધ ન કરો
અને કદી આશા ન છોડો.”

 #  ગાંધીજી વિશે

___________________ – સુરેશ જાની

નામ

પુરુષોત્તમ ગણેશ માવળંકર

જન્મ

3 ઓગસ્ટ – 1928 ( પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી નામ તે પ્રમાણે) , અમદાવાદ

અવસાન

14 માર્ચ – 2002, અમદાવાદ

કુટુમ્બ

  • માતા – સુશીલાબેન  ; પિતા – ગણેશ
  • પત્ની – પૂર્ણિમા ( જાણીતા નાગરિક મંગળદાસ ગિરધરદાસના પુત્રી) 

અભ્યાસ

  • પ્રાથમિક - અમદાવાદ મરાઠી શાળામાં, સવારે મરાઠી, બપોરે ગુજરાતી અને રાત્રે સંગીત શીખતા
  • માધ્યમિક – સી.એન. વિદ્યાવિહાર, અમદાવાદ, શાળાના પાટીયા પર ‘સુવિચાર’ લખવાની પ્રવૃત્તિ શરુ કરી હતી  
  • 1945 – મેટ્રીક, પ્રથમ વર્ગમાં
  • કોલેજ શિક્ષણ એલ.ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ
  • 1949 - રાજ્યશાસ્ત્ર માં મુંબાઇ યુનિ. માંથી બી.એ.
  • 1951 – રાજ્યશાસ્ત્ર માં મુંબાઇ યુનિ. માંથી એમ.એ.
  • 1951-54 લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીક્સમાં અભ્યાસ, એક વર્ષ હેરોલ્ડ લાસ્કીના ઘેર રહ્યા હતા 
  • પિતાના અવસાનના કારણે પી.એચ. ડી. પૂરી ન કરી શક્યા અને અમદાવાદ પાછા આવ્યા

વ્યવસાય

  • 1949 - એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ફેલો તરીકે શિક્ષણકાર્ય શરુ
  • 1954 - 1960 તેજ કોલેજમાં રાજ્યશાસ્ત્રના વ્યાખ્યાતા
  • 1960- 68 તે જ કોલેજમાં રાજ્યશાસ્ત્રના ખાતાના વડા અને છેલ્લે કોલેજના આચાર્ય
  • 1968 પછી – કોઇ પક્ષ સાથે જોડાયા વગર સક્રીય રાજકારણમાં
  • 1991-93 – જે.એન. યુનિ. દિલ્હીની સેનેટમાં     

જીવન ઝરમર

  • પિતા (*દાદા સાહેબ) અગ્રણી ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક, કેળવણીકાર અને લોકસભાના પ્રથમ સ્પીકર       * લાડનું નામ / ઉપનામ
  • માતા (*વાહિની) પણ પીઢ સ્વાતંત્ર્ય સેનાની, લોકસભાના પૂર્વ સભ્ય,
  • જન્મથી મૃત્યુ સુધી અમદાવાદ સાથે નાતો
  • નાનપણમાં અભિનયમાં રસ, સંત તુકારામની ભૂમિકા નાટકમાં આબેહૂબ ભજવી હતી
  • ઘણા જાણીતા દૈનિકોમાં તેમની કોલમો છપાતી
  • 1954- હેરોલ્ડ લાસ્કી ઇંસ્ટીટ્યુટ , અમદાવાદની સ્થાપના , 1997 સુધી ચલાવી, બંધ થતાં બધા દાન અપનારને રકમ પરત કરી હતી
  • 1961- ‘અભ્યાસ’ નામના સામાયિકની શરુઆત , 1970 સુધી  
  • 1968 – સૈધ્ધાન્તિક મતભેદોને કારણે કોલેજમાંથી રાજીનામું
  • 1972- ઇન્દુલાલ યાજ્ઞિકનું અવસાન થતાં અમદાવાદની લોકસભાની બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયા
  • 1972-79 અમદાવાદના સંસદ સભ્ય
  • 1975-76 કટોકટી દરમ્યાન, લોકસભામાં નીડર રીતે ચોવીસ વ્યાખ્યાનો આપ્યા હતાં
  • અનેક વાર વિદેશ યાત્રા અને વ્યાખ્યાનો
  • નીડર, બાહોશ વ્યવસ્થાપક, સેવાપ્રેમી, સાહિત્યપ્રેમી, કલાપ્રેમી, સત્યવકતા અને સિધ્ધાંતનિષ્ઠ વ્યક્તિ
  • રાજકારણ એ સેવા કરવાનો વ્યવસાય છે એમ માનનાર અને અમલમાં મુકનાર વીરલ વ્યક્તિ  
  • મોટા પદો શોભાવ્યા હોવા છતાં સાવ સાદા

રચનાઓ

  • સંપાદન - મારા પિતા
  • રાજકારણ -   No Sir , ભગવાન આ માફ નહીં કરે ( કટોકટી દરમ્યાન લોકસભામાં આપેલાં વ્યાખ્યાનો)

સન્માન

  • 1979-  શ્રેષ્ઠ સાંસદ એવોર્ડ
  • 1996- અમદાવાદ મ્યુનિ. નો  ‘નગર ભૂષણ’ એવોર્ડ

સાભાર

કમલા પરીખ, ‘કુમાર’ માર્ચ – 2005

3 Responses to “પુરુષોત્તમ માવળંકર”

  1. અનુક્રમણિકા … પ - થી - મ « ગુજરાતી પ્રતિભા પરિચય Says:

    [...] # પુરુષોત્તમ માવળંકર [...]

  2. 14 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર Says:

    [...] જીવનઝાંખી [...]

  3. Ramesh Patel Says:

    Congratulation for your dedication and love to mother tounge.sundar lekh.
    Ramesh Patel(Aakashdeep)

Leave a Reply