રતીલાલ ચંદરયા

” હાથ પર લીધેલું કામ હું ક્યારેય અધવચ્ચે છોડતો નથી. મને હંમેશાં લાગ્યું છે કે, પ્રશ્નો ઊભા થાય તો તેના ઉકેલ પણ મળી રહે છે. એક દિશામાં દ્વાર દેવાઇ જાય તો બીજી દિશામાં ખૂલે છે. “
# શબ્દકોશ : જીવન ઝાંખી
______________ - સુરેશ જાની
નામ
શ્રી. રતીલાલ પ્રેમચંદ ચંદરયા
જન્મ
24 ઓક્ટોબર – 1922- નૈરોબી – આફ્રીકા
કુટુમ્બ
માતા – પુંજીબેન ; પિતા – પ્રેમચન્દ પોપટલાલ ચન્દરયા ( જેઓ વતન જામનગર છોડીને કેન્યા ગયા અને શરૂઆતમાં માસિક 20 રૂ ના પગારથી નોકરી શરૂ કરી. પછી નોકરી છોડી વેપાર શરૂ કર્યો. )
પત્ની – વિજયાલક્ષ્મી ; લગ્ન – 1943, જામનગર
સંતાનો – એક દિકરી, ત્રણ દીકરા, આઠ પૌત્રો, દોહિત્રો
અભ્યાસ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – નૈરોબી અને મોમ્બાસામાં
સ્કાઉટ પ્રવૃત્તિ અને રમત ગમત માં આગળ પડતો ભાગ
જીવન ઝરમર
1938- બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળતાં ભારત પરત; આયાત – નિકાસનો ધંધો વિકસાવ્યો
1946- નૈરોબી પાછા
1950 પછી – કેન્યામાં ઉદ્યોગ ની શરૂઆત, સાહસ અને વ્યવસ્થાની કુશળતાથી આફ્રીકાના અનેક દેશોમાં ઉદ્યોગો સ્થાપ્યા
1960- દારે સલામ જઇ વસ્યા
1965- લંડનમાં સ્થાયી થયા; કેટલોક વખત લન્ડન રહ્યા બાદ જરૂરિયાત અને ઋતુઓની અનુકૂળતા પ્રમાણે મુંબાઇ, સિંગાપોર, ટોરોન્ટો, જીનીવા વિ. શહેરોમાં સતત આવન જાવન રહી ; અમેરીકામાં પણ વિસ્તરણ કર્યું
1972- યુગાન્ડા અને યુ. કે. માં જાહેર સંસ્થાઓમાં આગળ પડતો ભાગ; લન્ડનમાં એશીયન એસોસીયેશનની સ્થાપના અને જનરલ સેક્રેટરી; યુ. કે. માં જ્ઞાતિની સંસ્થાઓમાં પણ સક્રીય ભાગ; ભારતીય વિદ્યા ભવનના જનરલ સેક્રેટરી અને ઉપ-પ્રમુખ
1962-95 – ઇન્ડીયન જીમખાનાના ટ્રસ્ટી અને પ્રમુખ
1980 થી – એસોશીયેશન ઓફ એશીયન વીમેનના ટ્રસ્ટી; બીજી અનેક સંસ્થાઓના સ્થાપક અને ટ્રસ્ટી
સતત રઝળપાટ અને દૂરંદેશીના કારણે વિશ્વના 62 દેશોમાં પરિવારના ધંધાકીય રોકાણો છે. હાલ 85 વર્ષની ઉમ્મરે પણ સક્રીય
શોખ
ફોટોગ્રાફી, રમત ગમત, નાટ્ય પ્રવૃત્તિ, સ્થાપત્ય, કલા સાહિત્ય
પ્રદાન
અનેક અંગત, સંસ્થાકીય અને ધંધાકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હોવા છતાં જ્યારે કોઇ ગુજરાતી ફોન્ટ અસ્તિત્વમાં ન હતા ત્યારથી ગુજરાતી ફોન્ટ વિકસાવવા પ્રયત્નશીલ રહી, ‘વિજયા’ ફોન્ટ વિકસાવ્યા અને ગુજરાતી લેક્ષીકોન - શબ્દકોષ , થીસોરસ અને ગુજરાતી જોડણી સુધારકનું( સ્પેલ ચેકર) અનેક મુશ્કેલીઓ છતાં સફળતા પૂર્વક સર્જન કર્યું.
આ સર્જનનું દાન સામે, ગુજરાતની જાહેર જનતા માટે વિના મૂલ્યે સી.ડી. રૂપમાં વિતરણ અને તેની અત્યાધુનિક વેબ સાઇટ; આ સર્જન પ્રતિદીન સમૃધ્ધ થતું રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરેલ છે
આ ભગીરથ કાર્યમાં પડેલી મુશ્કેલીઓથી હતાશ થયા કે કંટાળ્યા વગર, તેને પાર પાડ્યું તે જ એક અત્યંત પ્રેરણાદાયી ગાથા છે.
સાભાર
ઉત્તમ ગજ્જર, બળવંત પટેલ - ડીજીટલ ડીક્ષનેરી બનાવવાના પ્રયત્નોની વાત કહેતી પુસ્તિકા ‘કમ્પ્યુટરની ક્લીકે’
September 4, 2006 at 2:11 am
[...] # રતીલાલ ચંદરયા [...]
September 5, 2006 at 6:06 am
મને જણાવતાં ઘણો આનંદ થાય છે કે, મુરબ્બી રતિભાઇના પોતાના કહેવાથી તેમની ઉપરોક્ત ઊક્તિ અહીં આપી શકાઇ છે.
September 5, 2006 at 8:27 am
Good.
September 6, 2006 at 11:25 am
મુરબ્બી રતિભાઈની કાર્યદક્ષતાનો પરિચય તેમના જીવનની સિદ્ધિઓ પરથી આવે!
આજે 85 વર્ષની ઉંમરે પણ તેઓ વિવિધ ક્ષેત્રોમાં આટલો રસ લેતા રહે છે તે ગુજરાતી યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમની સરળતા અને નમ્રતાની વાત જ ન થઈ શકે!
ગુજરાતની પ્રજા રતિભાઈ જેવા આપણા મહાનુભાવો પાસેથીઘણું શીખી શકે! … હરીશ દવે અમદાવાદ
October 24, 2006 at 3:58 am
[...] રતિલાલ ચંદરયા નો જન્મદિન - 1922 ; નૈરોબી - જીવનઝાંખી [...]