કે લાલ
”તમે ગુજરાતી વિશે મહેણાં મારો છો,
પણ લખી રાખજો કે, એક ગુજરાતી જે ક્ષેત્રમાં
પગ મૂકે છે તેમાં સર્વોપરી બને છે.
અને તે વાત હું સાબિત કરીને બતાવીશ.”
– 1947, કલકત્તા, જાદુગરોના અધિવેશનમાં
22 વર્ષની ઉમ્મરે
# મુલાકાત
# વેબ સાઇટ : -1- : -2- : -3-
________________________ - સુરેશ જાની
નામ
કાંતિલાલ ગિરધરલાલ વોરા
ઉપનામ
કે. લાલ
જન્મ
1925; બગસરા – અમરેલી જિ.
કુટુમ્બ
દાદા - બગસરા ગામના નગરશેઠ; પિતા - ગિરધરલાલ ; પત્ની – પુષ્પા ; પુત્ર – હસમુખ ( જુનીયર કે. લાલ )
વ્યવસાય
જાદુગર
જીવન ઝરમર
મદારીઓ અને નાના જાદુગરો પર પહેલેથી પ્રેમ; તેમની પાસેથી જાદુના નાના પ્રયોગો બાળપણમાં શીખ્યા; 1931 – કાકાને ઘેર કલકત્તા વસવાટ; બંગાળના જાણીતા જાદુગર ગણપતિ ચક્રવર્તી તેમના ગુરૂ; 1939- વિશ્વ યુધ્ધ ફાટી નીકળતાં બગસરા પાછા; 1940- વંથળી એક જાનમાં જતાં અડધો કલાક જાદુનો પ્રયોગ કર્યો, લોકોને ગમ્યો પણ કુટુંબ અને સમાજમાં ‘ કાંતિયો સ્મશાનમાં જઇ કાળો જાદુ શીખી લાવ્યો છે’ તેવી નામોશી મળી; 1943- કલકત્તા પાછા સ્થળાંતર; ગીતાકુમાર નામના જાદુગર પાસેથી જાદુના શો કરવાનું શીખ્યા; 1947- શ્યામબજાર , કલકત્તામાં જાદુગરોના અધિવશનમાં અપમાન થતાં ઉપરના શબ્દો ઉચ્ચાર્યા અને જીવન જાદુને સમર્પિત; 1951- રોક્સી થીયેટર , કલકત્તામાં 200 જાદુગરોને આમંત્રણ આપી, અડધા કલાકના જાદુના શોનો રિવાજ છોડી ત્રણ કલાકનો પૂર્ણ ભારતીય પહેરવેશ સાથે અને અવનવી લાઇટીંગ અને સાઉન્ડ સીસ્ટમ સાથે પ્રયોગ કર્યો ; જાદુના શોનું ભારતીયકરણ કરનાર પહેલા જાદુગર; અત્યારે જાદુમાં કોમ્પ્યુટર વાપરવાની કળા પણ હસ્તગત ; 60 વર્ષમાં 18,000 થી વધુ જાદુના શો કર્યા છે; જાદુ વિદ્યાના 10,000 થી વધુ પુસ્તકોનું અંગત પુસ્તકાલય; 45 માણસોના સ્ટાફ સાથે દિવસના 18 કલાક કામ કરેલ છે; ગુજરાતી સહિત્યકાર ‘જયભિખ્ખુ ‘ – પ્રેરણા ગુરૂ
![]()
સન્માન
જાપાન સરકારનો સર્વોચ્ચ ગણાતો ‘સાકી’ ખિતાબ ; જુદા જુદા દેશના 250 થી વધુ એવોર્ડ મળ્યા છે; 1968 - અમેરીકામાં ’ઇ ન્ટરનેશનલ બ્યુરો ઓફ મેજીશીયન્સ’ તરફથી દુનિયાના સૌથી મહાન અને ઝડપી જાદુગર તરીકેનો એવોર્ડ
સાભાર
રિડીફ.કોમ , કિન્નર આચાર્ય
September 12, 2006 at 2:22 am
How can I Not know K.Lal.
I was not in our family function
Being away ….In My Brother’s Marriage in 1970.
I was in Prague, Czochoslovia as a Czech Government Scholar in Neuro Surgery.
I received K.Lal’s picture with my brother Jitubhai and his wife of their reception.
K.LAL enjoyed visiting Blind School,Vastrapur,Ahmedabad.
I rember him Taking pride being Gujarati.
The Trivedi takes Pride too.