આઇ. જી. પટેલ

?ig-patel.jpg

?

?

?

__________________  - અમિત પિસાવાડિયા  

નામ                   : ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઇ પટેલ  

જન્મ તારીખ         :નવેમ્બર 11મી , 1924.

જન્મ સ્થળ           : કરમસદ

અવસાન              : જુલાઇ 17-2005 ના દિવસે જીવલેણ ફ્લૂ-ન્યુમોનિયાથી

કુટુંબ                  : માતા - કાશીબહેન  પિતા - ગોરધનભાઇ તુળસીભાઇ પટેલ

અભ્યાસ              : મેટ્રીક - સયાજી હાઇસ્કૂલ વડોદરા ; 
                          બી.એ. - વડોદરા આર્ટ્સ કોલેજ;
                         1947 - કેમ્બ્રિજની ડિગ્રીનો અભ્યાસ પૂરો કર્યો અને તેનું
                          ખૂબ જાણીતું ઇનામ – એડમ સ્મિથ પ્રાઇઝ તેમને મળ્યું ;
                         ત્યાર બાદ પી.એચ.ડી. ડિગ્રી માટે અભ્યાસ શરૂ કર્યો.
                         આ અંગે તેમને હાર્વર્ડ જવા માટે સ્કોલરશિપ મળી.

વ્યવસાય             : 1949–50 - વડોદરા કોલેજમાં અધ્યાપક,
                           1950–54 - આઇ.એમ.એફ. માં આર્થિક સલાહકારની તાલીમ ; 
                           1954 પછી - ભારત સરકારના વિત્તમંત્રાલયમાં અંજારિયાના
                           મદદનીશ તરીકે કામ આરંભ્યુ;
                           1964–65 - દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અધ્યાપક ,
                           વિદ્યાર્થીઓમાં બહુ લોકપ્રિય ;
                           1961- 1966 - ભારત સરકારના વડા આર્થિક સલાહકાર ; 
                           1977- 1982 - રિઝર્વ બેંકના ગવર્નર; 
                           નિવૃત્તિ બાદ - આઇ.આઇ.એમ. ના સંચાલક ; 
                          લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ના સંચાલક - જ્યાં તેમણે યુ.કે.
                          સરકારને ઉપયોગી, આર્થિક સંકડામણના પ્રશ્નો ઉકેલ્યા.
  

જીવન ઝરમર        : અમદાવાદમાં મહાત્મા ગાંધી ઇલોક્યુશન સ્પર્ધામા ભાગ લેવા
                         વડોદરા કોલેજના પ્રતિનિધિ તરીકે ભાગ  - જેમાં પ્રથમ સ્થાનનો 
                         સુવર્ણચંદ્રક; 
                         પ્રતિભાસંપન્ન અને  બહુમુખી અર્થશાસ્ત્રજ્ઞ;
                         સત્યાગ્રહની લડતના સંસ્કારો ઝીલી, સ્વતંત્રતા મળ્યા પછી
                         રાષ્ટ્રીય ઘડતર, વિકાસ અને પ્રગતિ અર્થે આમરણાંત અનુપમ ભાગ;
                         પ્રતિભાસંપન્ન, પ્રભાવશાળી, સત્યવાન, સત્યના આગ્રહી અને 
                         કરુણાસભર વ્યક્તિ 

સન્માન               : બ્રિટિશ સરકાર - ઑનરરી નાઇટહૂડ;  ભારત સરકાર -  પદ્મવિભૂષણ    

3 Responses to “આઇ. જી. પટેલ”

  1. manvant Says:

    મારા મોટાભાઈના સહાધ્યાયી.શરુઆતમાં સુકલકડી.
    મારી બિમારી વખતે પૂ.કાશીબાના હાથનાં ઢેબરાં
    ઘી ચોપડેલાં ખાધાંછે,તેની સુગંધ હજુ ગઈ નથી !
    પરમ કૃપાળુ ઇન્દુભાઈના આત્માને શાંતિ અર્પે !

  2. ગુજરાતી પ્રતિભા પરિચય » Blog Archive અનુક્રમણિકા … અ - થી - અં « Says:

    [...] # આઇ. જી. પટેલ  [...]

  3. 11- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર Says:

    [...] -  જીવનઝાંખી - જાણીતા અર્થશાસ્ત્રી   [...]

Leave a Reply