ગાંધીજી, Gandhiji
‘મીઠાનો કાયદો તોડ્યો.’ - દાંડીકૂચ
‘કરેંગે યા મરેંગે.’ - 1942 ની લડત
‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’
# જીવન અને કવન વિશેની વેબ સાઇટ
# ગાંધીડો મારો- મોભીડો મારો - કવિ કાગ.
________________ - હરીશ દવે
નામ
- મોહનદાસ કરમચંદ ગાંધી
ઉપનામ
- મહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા
જન્મ
- 2- ઓક્ટોબર -1869 ; પોરબંદર
અવસાન
- 30 - જાન્યુઆરી, 1948 ; દિલ્હી
કુટુમ્બ
- માતા- પૂતળીબાઈ ; પિતા - કરમચંદ (કબા) ગાંધી
- પત્ની - કસ્તૂરબા (લગ્ન- 1881 ) ; પુત્રો - હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ
અભ્યાસ
- 1887 - મેટ્રીક - પોરબંદર
- કોલેજ - શામળદાસ કોલેજ રાજકોટ
- બૅરિસ્ટર (લંડન)
વ્યવસાય
- આફ્રીકામાં વકીલાત
- પછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.
પ્રદાન
- ભારતની આઝાદી અને અસહકારના શસ્ત્રના સર્જક
- અનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત
- પાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક
- જીવનભર સત્યશોધક
- જગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક
- અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી
જીવન ઝરમર
- પિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન
- દાસી રંભાનો ધાર્મિક પ્રભાવ
- 1888 - ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.
- દક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત
- ટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,
- રંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ
- ફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ” આશ્રમ સ્થાપ્યો
- 1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,
- અમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના
- ગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું
- 1920 - અસહકારનું આંદોલન
- 1930 - ઐતિહાસિક દાંડીકૂચ
- 1942 - “હિંદ છોડો” ચળવળ
- 1948 - 30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા
મુખ્ય રચનાઓ
- આત્મકથા - સત્યના પ્રયોગો
- પ્રકાશન - હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;
- નિબંધો - હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.
- પત્રલેખન - ગાંધીજીના પત્રો
- સમગ્ર સાહિત્ય - ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)
![]()
સન્માન
- દિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.
- મરણોત્તર ‘ભારત રત્ન’ ઇલ્કાબ
- તેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.
- તેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.
- તાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.
- તેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે બે મિનીટ મૌન પાળવામાં આવે છે.
- આખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી
July 23, 2006 at 7:09 am
ગાંધીજીની વાત હોય અને અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારની વાતો સામેલ ન હોય તો આખી વાર્તા અધૂરી જ લાગે. ગાંધીજી રાષ્ટ્રપિતા ગણાય છે એ વાત કેમ વિસરાણી? ગાંધીજીના મૃત્યુદિવસને ભારતમાં ‘શહીદ દિન’ તરીકે મનાવવામાં આવે છે અને એ દિવસે સવારે અગિયાર કલાકે આખા દેશે બે મિનિટનું મૌન પાળવાનું હોય છે એ વાત પણ અહીં સામેલ નથી. ગાંધીજીએ લખેલા પુસ્તકોની યાદી બનાવીએ તો આખું પાનું કદાચ ભરાઈ જાય. દુનિયામાં જેટલું કદાચ ગાંધીજી વિશે લખાયું છે એટલું અન્ય કોઈ મહાપુરુષ વિશે લખાયું નથી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ એ નવજીવન પ્રકાશન દ્વારા પ્રકાશિત લગભગ 90થી વધુ ગ્રંથોની શ્રેણી છે જેમાં ગાંધીજીના તમામ લખાણોનો એક જ શીર્ષક હેઠળ સમાવેશ થયો છે.
બીજો એક સુધાર: ઘણી જગ્યાએ ‘ઠ’ ની જગ્યાએ ‘ટ’ લખાયો છે.
July 23, 2006 at 2:00 pm
આભાર , વિવેક! તેં સુચવેલા બધા સુધારા કરી લીધા. મને ઘણું ગમ્યું.
August 26, 2006 at 5:25 am
[...] # ગાંધીજી [...]
September 12, 2006 at 2:49 am
BAPUJI IS OUR FATHER OF THE NATION.
HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
HIS LIFE SAID THAT TRUTH IS GOD.
NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
AS A LITTLE CHILD I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT OUR BAPUJI IS NO MORE ON RADIO ON JANUARY 30th 1948.
BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
“SATYAGRAHA”
September 12, 2006 at 2:51 am
BAPUJI IS OUR FATHER OF THE NATION.
HE HAS BEEN THE GUIDING LIGHT OF NOT ONLY GUJARATI BUT FOR THE PEOPLE OF THE WORLD.
HIS LIFE SAID THAT TRUTH IS GOD.
NON VIOLENCE IS THE BEST WAY TO LIVE AND LET LIVE OTHERS.
AS A LITTLE CHILD, I WAS IN TEARS WHAN PANDIT JI SAID THAT “OUR BAPUJI IS NO MORE” ON THE RADIO ON JANUARY 30th 1948.
BAPUJI IS THERE AND WANTS ALL OF US TO LIVE ON THAT PATH.
“SATYAGRAHA”
October 2, 2006 at 5:25 am
[...] + ગાંધીજી વિશે વધુ વાંચવા અહી ક્લીક કરો. [...]
January 29, 2007 at 7:10 pm
[...] મુંબઈમાં , ગુજરાતી પ્રતીભા પરિચય પર ‘ગાંધીજી’ , અમીઝરણું પર ‘ગાંધીડો મારો - મોભીડો [...]
January 31, 2007 at 2:19 pm
Writing first time. Impressed highly with your blog. Very nice info about Bapuji. I came to know abt yr blog from Tahuko. Yhank you.
-Harshad Jangla
Atlanta, USA
Jan 31 2007
September 30, 2007 at 1:02 am
[...] ગાંધીજી કહેતા હતા કે મારા મનની બધી બારીઓ હું [...]
September 30, 2007 at 10:06 am
[...] under: પ્રકીર્ણ — મગજના ડોક્ટર @ 4:06 pm ગાંધીજી કહેતા હતા કે મારા મનની બધી બારીઓ હું [...]
October 3, 2007 at 8:33 am
આખા વિશ્વના અગણિત લોકોના પ્રેરણાદાયી વિષે થોડામાં લખવું શક્ય નથી.
તેમણે સંદેશમાં એટલું જ કહ્યું કે-”મારુ જીવન જ મારો સંદેશ છે”.
આમ આચારને પ્રાધાન્ય આપ્યું.
આપણે તેમના ૧૧ વ્રત-અરે! તેમાનાં એક વ્રતને આચરીએ તો પણ જીવન સાર્થક થઈ જાય..
કોટી કોટી વંદન સહ પ્રાર્થના કે નમ્રપણે આચરવાનું બળ મળે
January 30, 2008 at 1:11 am
[...] જીવનઝાંખી [...]